ડે. સીએમના હસ્તે સાયબર ફાઈનાન્સીયલ ફ્રોડ e-Zero FIR સેવા શરૂ
1930 હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવતા જ FIR આપોઆપ તૈયાર થઇ જશે
સાઈબર ફ્રોડની ફરિયાદ હવે ઘેરબેઠા નોંધાવી શકાશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાઈબર ફાયનાન્શિયલ ફ્રોડ ઈ-ઝીરો એફઆઈઆર સેવાનો આરંભ થયો છે.
સાયબર ફાઇનાન્સિયલ ઠગાઈનો ભોગ બનતા નાગરિકોને ઝડપી, સરળ અને અસરકારક ન્યાય ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ શરૂૂ કરી છે. ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ‘સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR સેવાનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થાથી હવે સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને પ્રાથમિક ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂૂર રહેશે નહીં. 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતાની સાથે જ સંબંધિત કેસની ય-ણયજ્ઞિ ઋઈંછ આપોઆપ તૈયાર થઈ સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે, જેથી કાર્યવાહી વધુ ઝડપથી શરૂૂ થઈ શકશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ટેકનોલોજીના ઉપયોગ દ્વારા નાગરિકોને ઝડપી અને પારદર્શક પોલીસ સેવા ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયાસશીલ છે. ’ય-ણયજ્ઞિ ઋઈંછ’ વ્યવસ્થાથી સાયબર ફ્રોડના પીડિતોને ઘરબેઠાં જ ફરિયાદ નોંધાવવાની સુવિધા મળશે અને સમયસર કાર્યવાહી થવાથી છેતરાયેલી રકમ બચાવવાની શક્યતા પણ વધશે. આ નવી વ્યવસ્થાના અસરકારક અમલીકરણ માટે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ ફિલ્ડ યુનિટોને ગંભીરતા અને સંવેદનશીલતા સાથે કામગીરી કરવાની તથા અરજદારોને ઝડપી ન્યાય સુનિશ્ર્ચિત કરવાની સૂચનાઓ આપી છે. સાયબર સેન્ટર ઓફ એક્સિલેન્સના આઈજીપી બિપિન આહીરેએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (ઈં4ઈ) સાથે સંકલન સાધીને ય-ણયજ્ઞિ ઋઈંછ પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, 1930 હેલ્પલાઇન પર મળતી સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડની ફરિયાદોના આધારે સિસ્ટમ દ્વારા આપોઆપ ણયજ્ઞિ ઋઈંછ જનરેટ થશે અને સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલાશે. ત્યારબાદ પોલીસ અધિકારીઓ ફરિયાદીનો સંપર્ક કરીને જરૂૂરી વિગતો મેળવી નિયમ મુજબ ઋઈંછ નોંધશે અને તાત્કાલિક તપાસ શરૂૂ કરશે.