Jai Hind

મન મોર બની થનગનાટ કરે વરસાદી માહોલમાં મોરનું નૃત્ય

ચોમાસા ની ઋતુની શરૂઆત થતાં જ કુદરત જાણે સોળે કળાએ ખીલી ઊઠે છે. ચારેય તરફ પથરાયેલી લીલીછમ હરિયાળી, ઠંડો પવન અને વરસાદી માહોલ વચ્ચે પ્રકૃતિનો નજારો અત્યંત નયનરમ્ય બની જાય છે. આવા મનોહર વાતાવરણમાં જ્યારે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર પોતાના રંગબેરંગી પીંછા ફેલાવીને આનંદથી કળા કરે છે, ત્યારે કુદરતનું અદભુત અને અલૌકિક સૌંદર્ય સર્જાય છે. પ્રસ્તુત તસ્વીર મેંદરડાના એક ખેતરની છે.