પોંડીચેરી અને ચંડીગઢમાં સરકાર રાશનના બદલામાં બેન્ક ખાતામાં રકમ જમા કરે છે ત્યારે ગુજરાતમાં આ પદ્ધતિ અપનાવવા સીએમને સૂચન
સમગ્ર દેશમાં સરકાર ગરીબોને ભૂખમરા થી રક્ષણ આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યરત છે. જેમા લાખો પરિવારો ને અન્ન સલામતી રૂપે સસ્તા અનાજની દુકાનો મારફત અનાજ પૂરું પાડવામાં આવે છે.આ યોજના તળે આપવામાં આવતા અનાજમાં 10મી સપ્ટેમ્બર 2013 મુજબ પરિપત્ર ની અમલવારી ના થતા અનેક લોકો કે જેઓ વાસ્તવમાં ગરીબો નથી તેવા લોકો ગરીબો બનીને સરકારના ખજાના ને લૂંટી રહ્યા છે. આવા લોકો વાસ્તવ માં સસ્તા અનાજની દુકાનો માંથી અનાજ મેળવી ને ફેરિયાઓને વેચે છે અને સરકારને ચૂનો લગાડી રહ્યા છે. આવા અનેક અનાજ માફિયાઓ પાસેથી છાસવારે અનાજ અલગ અલગ જગ્યાઓથી પકડાતુ જોવા મળી રહ્યું છે ત્યારે ગુજરાતમાં ગરીબીનુ સ્તર નક્કી કરવા હાલના ગરીબ કુટુંબો કે જેઓ સસ્તા અનાજની દુકાનો માંથી અનાજ મેળવે છે તેને આરટીઓ,ઇન્કમટેક્સ, એરપોર્ટ વિદેશ ગમન,મહેસુલ 7/12 8અ,જીએસટી ના સોફ્ટવેર ને આ રેશનકાર્ડ લાભાર્થીઓ સાથે લિંક કરવામા આવે તો મોટી સંખ્યામાં આવા બની બેઠેલા લાભાર્થીઓ દૂર થઇ શકે છે.તો બીજી બાજુ સસ્તા અનાજની દુકાનો માં અપાતા અનાજની ગુણવતા બાબતે પણ પ્રશ્રનો થતા હોય ત્યારે આ અનાજ સરકાર ખરીદી કરીને સરકારી ગોડાઉન સુધી પહોંચાડી ફરી તાલુકા મથક થી સસ્તા અનાજની દુકાનો સુધી પહોંચે છે ત્યારે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ ખુબ મોટુ આવે છે ત્યારે ખરીદી થી વિતરણ સુધી જે ખર્ચ થાય છે તે રકમ સાચા ગરીબ લાભાર્થીઓ નક્કી કરી તે લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે તેવી વ્યવસ્થા હાલ ભારત ના પોંડીચેરી અને ચંદીગઢ માં કાર્યરત છે તો આ સિસ્ટમ ગુજરાત માં પણ લાવવામાં આવે તો ગરીબો બજાર માંથી જરૂરિયાત મુજબ સારી ગુણવતાનુ અનાજ ખરીદી શકે અને જે બની બેઠેલા ગરીબો સરકારી અનાજ સસ્તા અનાજની દુકાનો માંથી ખરીદી અનાજ માફિયાઓને વેહચે છે દુષણ પણ દૂર થઇ શકે આ બાબત ની રજુવાત પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પુરવઠા મંત્રી રમણ સોલંકી,રાજ્યના મુખ્ય સચિવ અને પુરવઠા સચિવ ને પત્ર લખી માંગણી કરવામાં આવી છે.