ગુજરાતમાં સર્વાંગી વિકાસ અને નવા રોકાણ માટે વિશ્ર્વાસપૂર્ણ વાતાવરણ છે:મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વોિંશગ્ટન ખાતે વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના વિકાસ અન્ો નવા રોકાણ અંગ્ો ગુજરાતી સમુદૃાય સાથે વિસ્ત્ાૃત ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની યુએસ-કેનેડા મુલાકાતના ચોથા દિૃવસે વોિંશગ્ટનમાં વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ૨૦૨૭ સંદૃર્ભમાં ગુજરાતને ભારતના ગ્રોથ એન્જિન તરીકેની પ્રભાવક પ્રસ્તુતિ કરી હતી. વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વોિંશગ્ટન ખાતે આયોજિત કાર્યક્રમ દૃરમિયાન તેમણે ગુજરાતી ડાયાસ્પોરા સાથે સંવાદૃ કર્યો હતો. તેમાં ગુજરાતના સર્વાંગી વિકાસ, નાણાંકીય શિસ્ત, નવા રોકાણની તકો તથા ગિટ સિટી, સેમિકન્ડક્ટર, છૈં, ડેટા સેન્ટર્સ અને બાયોટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોની વિપુલ વિકાસ સંભાવનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રીએ ગુજરાત ડેલિગેશનના અમેરિકા પ્રવાસનો હેતુ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વધુ રોકાણ આકર્ષવા, નવા ઉદ્યોગો સ્થાપવા અને ઉભરતા ક્ષેત્રોનો વિકાસ થાય તે માટે વિવિધ બિઝનેસ બેઠકો યોજાઈ રહી છે. ખાસ કરીને સિલિકોન વેલી ખાતે યોજાયેલી બેઠકો સફળ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગુજરાતમાં રોકાણ માટે અનુકૂળ અને વિશ્ર્વસનીય વાતાવરણ અંગે તેમણે કહૃાું કે, ગુજરાતને દૃેશના આર્થિક વિકાસમાં મહત્વનું સ્થાન મળ્યું છે અને હવે નવા ક્ષેત્રોમાં રોકાણ વધારવા માટે સક્રિય પ્રયાસો થઈ રહૃાાં છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતે આર્થિક વિકાસ સાથે પાયાની સુવિધાઓ પર ફોકસ કર્યું છે. રાજ્યનો વિકાસ માત્ર આર્થિક પ્રગતિ સુધી સીમિત ન રાખતા પાણી, વીજળી, શહેરી સુખાકારી અને અન્ય પાયાની સુવિધાઓ દ્વારા સામાન્ય નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું રાજ્ય સરકારનું મુખ્ય લક્ષ્ય છે.
મુખ્યમંત્રીએ વૈશ્ર્વિક ગુજરાતી સમુદૃાયને ગિટ સિટીમાં રોકાણ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વિશ્ર્વભરમાં ગુજરાતીઓએ મહેનતથી સંપત્તિ અને મૂડી ઊભી કરી છે. આ મૂડી ગુજરાતના વિકાસમાં ઉપયોગી થાય તે માટે ગિટ સિટીમાં રોકાણથી રોકાણકારોને વ્યક્તિગત લાભ તથા નાણાંકીય અર્થવ્યવસ્થાને વધુ મજબૂતી મળશે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.

સ્ોમિકન્ડક્ટર, એઆઈ અન્ો ડેટા સ્ોન્ટર્સમાં નવી તકો
રાજ્યમાં સેમિકન્ડક્ટર અને ડેટા સેન્ટરમાં નવી તકો અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સેમિકન્ડક્ટર અને ડેટા સેન્ટર જેવા નવા યુગના સેક્ટર્સમાં મજબૂત પ્રેઝન્સ નોંધાવી રહૃાું છે. રાજ્યમાં ઉપલબ્ધ પાયાની સુવિધાઓ, ઉદ્યોગલક્ષી વાતાવરણ, નાણાંકીય માળખું અને અનુકૂળ સરકારી નીતિઓને કારણે આ ક્ષેત્રોમાં મોટા પાયે રોકાણ અને રોજગારીની તકો ઊભી થઈ રહી છે.

રિલેટેડ ન્યૂઝ