કુતિયાણાના ટીંબી નેશમાં બનાવટી દૂધ, 75 કિલો દૂધ પાવડર, પામોલીન તેલના 14 ડબ્બા સહિત શંકાસ્પદ મુદામાલ મળી આવ્યો: લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરી અટકાયત
ગુજરાતમાં નકલ દારૂ વહેચનારા શખ્શો સામે દરોડા પાડવાની કાર્યવાહી શરૂ થઇ છે તો પોરબંદર પોલીસે નકલી દૂધ વહેચનારા શખ્શ સામે કાર્યવાહી કરી છે.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં ભેળસેળ યુકત બનાવટો પદાર્થોનું ગેરકાયદેસર ઉત્પાદન, સંગ્રહ તથા વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ સઘન અને અસરકારક કાર્યવાહી કરવા અંગે મળેલ સુચના અન્યે પોરબંદર એલ.સી.બી.ની ટીમ દ્વારા બાતમીદારોને સક્રિય કરી ગુપ્ત બાતમી એકત્ર કરવામાં આવેલ હતી. જે અનુસંધાને કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટીંબીનેશ ગામમાં રહેતા સરમણ ગોગનભાઇ કોડીયાતર શંકાસ્પદ રીતે ભેળસેળયુકત દૂધ તૈયાર કરી સંગ્રહ કરતો હોવાની માહિતી પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરાની ેમળેલ હોય જેથી હકીકતના આધારે ટીંબીનેશ રબારીકેડા જય માતાજી દૂધની ડેરી પાસે રહેતા સરમણ ગોગનભાઇ કોડીયાતરના રહેણાંક મકાને જઇ તપાસ હાથ ધરતા સ્થળ પરથી 30 લીટર જેટલું શંકાસ્પદ ભેળસેળયુકત દૂધ તથા દૂધ બનાવવાનો સ્કીન મીલ્ક પાવડર 25-25 કિલોના બાચકાઓ નંગ 2 તથા 25-25 કીલોના અડધા ભરેલ બાચકા નંગ બે મળી કુલ 75 કિલો દૂધનો પાવડર તથા પામોલીન તેલના ડબ્બા નંગ 14 વગેરે દૂધમાં ભેળસેળ કરવા ઉપયોગમાં લેવાતી અન્ય શંકાસ્પદ સામગ્રી મળી આવત તુરંત જ આ અંગે ફૂડ સેફટી ઓફીસર વી.જે. ભાટુને જાણ કરતા ફૂડ સેફટી ઓફિસર દ્વારા જરૂરી શંકાસ્પદ દૂધના સેમ્પલો તપાસણી અર્થે કબ્જે કરી બનાવટી દૂધનો સ્થળ પર નાશ કરી મળી આવેલ અન્ય સામગ્રી સરમણ ગોગનભાઇ કોડીયાતર વિરૂધ્ધમાં ફૂડ એન્ડ ડ્રગ કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આ કાર્યવાહીથી ભેળસેળયુકત દુધ બનાવી સામાન્ય જનતાના આરોગ્યને નુકશાન પહોંચાડવાની સંભાવના ધરાવતી પ્રવૃત્તિ ઉપર અસરકારક નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. આમ, પોબંદર એલ.સી.બી. દ્વારા માત્ર પરંપરાગત ગુન્હાહિત પ્રવૃતિઓ જ નહી પરંતુ નકલી બનાવટી ખાધ્ય પદાર્થો તથા આરોગ્યને હાનિકારક ભેળસેળયુકત ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણ જેવી પોરબંદર જિલ્લાના નાગરિકોના આરોગ્યને અસર કરતી પ્રવૃત્તિઓ ઉપર સતત નજર રાખી અગાઉથી મળતી ગુુપ્ત બાતમીના આધારે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
આ કામગીરીમાં એલ.સી.બી ઇન્ચાર્જ પી.આઇ. આર.કે.કાંબરીયા, એ.એસ.આઇ. બટુકભાઇ વીંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર,ગોવિંદભાઇ મકવાણા, ઉદયભાઇ વરૂ, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઇ મકકા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વીરેન્દ્રસિંહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રાયવર પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઇ વસાવા વગેરે રોકાયેલા હતા.
