આજે શ્રાવણ માસનો બીજો સોમવાર : સોમનાથમાં દાદાને સ્વાભિમાન પર્વ અંતર્ગત શૌર્ય શ્રૃંગાર થશે

પરિસરમાં પાલખી યાત્રા નીકળશે, મહાદેવ નગરચર્ચા કરશે

સોમનાથ મંદિર શ્રાવણ ના બીજા સોમવારે લોકો નો ધસારો રવિવાર ના સવાર થી શરૂ થયેલ છે લોકો પોતાના વાહનો દ્વારા તેમજ રેલ્વે અને એસ ટી મારફત તેમજ દુર દુર થી પગપાળા ચાલીને પણ મોટી સંખ્યામાં લોકો પધારી રહ્યા છે દુર થી ચાલીને આવતા યાત્રિકો માટે રસ્તા ઉપર સેવાભાવી લોકો દ્વારા ઠેક ઠેકાણે ચા પાણી અને ફરાળ ની વ્યવસ્થા કરવામાં આવે છે
સોમવારના સોમનાથ મહાદેવનુ મંદિર વહેલી સવારે 4 કલાકે ખુલશે મંદિર ખુલતાની સાથે દર્શન માટે લાંબી કતારો લાગશે અને સોમનાથ મહાદેવ ના જય ધોસ સાથે મહાદેવ ના દર્શન કરી ધન્યતા અનુભવે છે વહેલી સવાર થી મંદિર મા વિવિધ કાર્યક્રમો શરૂ થશે જેમાં બિલ્વ પુજા, આરતી,પાલખી યાત્રા કાઢવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે બપોર બાદ દિપમાળા અને સાંજ નો શ્રૃંગાર સ્વાભિમાન પર્વ અંતર્ગત શોર્ય શ્રૃંગાર કરવામાં આવશે સાંજ ના આરતી સહિત કાર્યક્રમો યોજાશે મંદિર પરિસરમાં પાંચ જેટલા સેવાભાવી લોકો દ્વારા ફળાહાર ની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેને દુર થી આવતાં લોકો ને મંદિર પરિસરમાં ફરાળ મળી શકે
મોટી સંખ્યામાં લોકો ને ધ્યાને લઇ અને પોલીસ અધિક્ષક જયદીપસિહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે જેમાં એસ આર પી,હોમ ગાર્ડ,જી આર ડી અને સોમનાથ મંદિર ની સેકયુરી ખડે પગે રહશે સાથે સફાઈ ની પુરતી કાળજી લેવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ