દેશમાં સૌથી ઓછો વરસાદ ધરાવતા જિલ્લામાં દ્વારકા જિલ્લો બીજા ક્રમે: માત્ર 6 ટકા વરસાદ
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની શરૂૂઆત પુષ્કળ વરસાદ સાથે થઈ હતી, પરંતુ કુદરતની એ મહેરબાની સમગ્ર સીઝન માટે પૂરતી સાબિત થઈ નથી. ઓગસ્ટ મહિનો પૂર્ણ થવા આવ્યો છે અને ચોમાસું પણ હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાતના રેઈન ગેજ (વરસાદ માપક) આંકડા એક અત્યંત ચિંતાજનક ચિત્ર રજૂ કરી રહ્યા છે. રાજ્યના કુલ 34 જિલ્લાઓમાંથી 11 જિલ્લાઓમાં 50 થી 51 ટકા સુધી વાર્ષિક વરસાદની ઘટ નોંધાઈ છે. સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો દેવભૂમિ દ્વારકા છે, જ્યાં 87 ટકા વરસાદની ખાધ નોંધાઈ છે. ભારતીય હવામાન વિભાગની સત્તાવાર વેબસાઇટ અનુસાર, 89 ટકાની ખાધ ધરાવતા અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લા પછી દેવભૂમિ દ્વારકા સમગ્ર દેશમાં સૌથી વધુ વરસાદની અછત ધરાવતા જિલ્લાઓમાં બીજા ક્રમે આવી ગયું છે. આંકડાકીય વિશ્ર્લેષણ સ્પષ્ટ કરે છે કે છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમ વખત અને છેલ્લા દસ વર્ષમાં માત્ર ત્રીજી વખત એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે ગુજરાત તેની મોસમનો 100 ટકા વરસાદ મેળવવામાં નિષ્ફળ રહ્યું હોય. નિષ્ણાતોના મતે ઓગસ્ટના અંત સુધીમાં સરેરાશ 75 ટકા વરસાદ નોંધાતો હોય છે, પરંતુ આ સરેરાશ આંકડો વાસ્તવિક સ્થિતિ છુપાવે છે. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, લાંબા સમય બાદ કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો સૌથી વધુ વરસાદની ખાધનો સામનો કરી રહ્યા છે. પરંપરાગત રીતે સૂકા અને પાણીની અછત ધરાવતા ગણાતા આ બંને પ્રદેશોમાં છેલ્લા એક દાયકામાં જળ વ્યવસ્થાપન સુધર્યું હતું, પરંતુ આ વર્ષે કચ્છમાં તેની સરેરાશ વાર્ષિક ક્ષમતાના માત્ર 29 ટકા અને સૌરાષ્ટ્રમાં માત્ર 56 ટકા વરસાદ નોંધાયો છે. હવે મોસમમાં ભારે વરસાદની શક્યતાઓ ખૂબ જ પાતળી છે, જોકે તેને સાવ નકારી શકાય નહીં. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (જઊઘઈ) ના આંકડા મુજબ રાજ્યના ઓછો વરસાદ મેળવનારા મુખ્ય જિલ્લાઓમાં દેવભૂમિ દ્વારકા (6%), પોરબંદર (18%), કચ્છ (19%),જામનગર (28%), ગીર સોમનાથ (46%), સાબરકાંઠા (46%), અરવલ્લી (46%), રાજકોટ (47%) અને છોટાઉદેપુર (50%) નો સમાવેશ થાય છે.આ વર્ષે રાજ્યમાં વરસાદનું વિતરણ અત્યંત અસમાન રહ્યું છે. વરસાદની આ ગંભીર ખાધ અને જળ સંકટને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે તાજેતરમાં સૌની (જઅઞગઈં) યોજના હેઠળ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં તાત્કાલિક ધોરણે પાણી પુરૂ પાડવાની જાહેરાત કરી છે.
