પડતર પ્રશ્ર્નોનો ઉકેલ આવતા મહેસૂલી કર્મીઓ ખફા : કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો

10 દિવસમાં ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચેતવણી

રાજ્યના મહેસૂલી કર્મચારીઓ જેવા કે તલાટી, ક્લાર્ક અને નાયબ મામલતદાર સહિતના સેવા વિષયક પ્રશ્ર્નો અંગે સરકાર દ્વારા સતત અવહેલના કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે ગુજરાત રાજ્ય મહેસૂલ કર્મચારી મહામંડળ દ્વારા ઉગ્ર આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. કર્મચારીઓએ પફીડબેક સેન્ટરથ સામે મોરચો માંડ્યો છે. અને ફિલ્ડની વાસ્તવિકતા ધ્યાને લીધા વગર મહેસૂલી તલાટીઓ માટે બનાવાયેલા નવા જોબ ચાર્ટનો સખત વિરોધ નોંધાવ્યો છે. આ વિરોધના ભાગરૂૂપે આજે રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરના મહેસૂલી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી હતી. રાજકોટ કલેકટર કચેરી ખાતે આજે મહેસુલી કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો. અને પોતાનો રોષ ઠાલવ્યો હતો. કર્મચારીઓ દ્વારા દરેક જિલ્લા કલેક્ટરને પડતર માંગણીઓ ઉકેલવા માટે આવેદનપત્ર પાઠવીને સરકારને 10 દિવસની મહેતલ આપવામાં આવી છે. જો માંગણીઓનો યોગ્ય ઉકેલ કે નિરાકરણ નહીં આવે તો કર્મચારીઓ પપેનડાઉનપ કામનો બહિષ્કાર કરીને કામગીરીથી અળગા રહેશે. જો સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ નહીં મળે તો સમગ્ર રાજ્યભરમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જશે. મહામંડળના પ્રમુખ જામસંગ પરમારે જણાવ્યું હતું કે, 12મી મે 2026થી 18મી ઓગસ્ટ 2026 સુધીના સમયગાળામાં વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવિને 5 વખત પત્રો લખીને રજૂઆતો કરવામાં આવી છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા સમક્ષ પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી. જો આ પ્રશ્ર્નોનો સત્વરે ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ