વધતા જતા સાઇબર ફ્રોડ નાથવા ગુજરાત પોલીસનો નિર્ણય
1930 નંબર પર નોંધ કરાયા બાદ પોલીસ ઘરે આવી ફરીયાદ નોંધશે
રાજ્યમાં કુદકે ને ભૂસકે વધી રહેલા સાયબર ફ્રોડના કિસ્સાઓ વચ્ચે ગુજરાત પોલીસે નાગરિકો માટે એક અત્યંત રાહતરૂૂપ નિર્ણય લીધો છે. હવે 1 લાખ કે તેથી વધુની નાણાકીય સાયબર ઠગાઈનો ભોગ બનનાર પીડિતો માટે ય-ઋઈંછ (ઈએફઆઈઆર) સુવિધાનો વ્યાપ વધારી દેવામાં આવ્યો છે. આ નવા નિર્ણય મુજબ, પીડિતે હવે ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશને જવાની કે ધક્કા ખાવાની જરૂૂર નહીં પડે; 1930 સાયબર હેલ્પલાઈન પર કોલ કરી ટિકિટ જનરેટ કરાવતા જ સ્થાનિક પોલીસ પોતે પીડિતના ઘરે પહોંચીને કાનૂની કાર્યવાહી પૂરી કરશે. ગાંધીનગર સ્થિત ડીજીપી કાર્યાલય ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો.
રાજ્યમાં સાયબર અપરાધોની સ્થિતિ કેટલી ગંભીર છે તેનો અંદાજ તાજેતરના આંકડાઓ પરથી લગાવી શકાય છે. કુલ ફરિયાદો: ચાલુ વર્ષે 1 જાન્યુઆરીથી 31 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સાયબર ફ્રોડની કુલ 1,06,882 ફરિયાદો નોંધાઈ છે. સરેરાશ કિસ્સામાં રાજ્યમાં પ્રતિદિન સરેરાશ 504 અને દર કલાકે લગભગ 21 નાગરિકો સાયબર ઠગાઈનો ભોગ બની રહ્યા છે. સૌથી વધુ 26,041 ફરિયાદો ઘઝઙ ફ્રોડની નોંધાઈ છે, જ્યારે 21,023 કિસ્સાઓ બોગસ આઈડીના સામે આવ્યા છે. આ સિવાય ઓનલાઈન શોપિંગ, ટ્રેડિંગ/ ઇન્વેસ્ટમેન્ટ અને લોન સંબંધિત ઠગાઈનો મોટો હિસ્સો છે. અગાઉ આ ય-ઋઈંછ ની પ્રક્રિયા માત્ર 10 લાખ કે તેથી વધુના સાયબર ફ્રોડના કિસ્સામાં જ લાગુ પડતી હતી.
ઠગાઇ થયા બાદ તાત્કાલિક 1930માં જાણ કરો
સાયબર ગુનાઓમાં સમયનું ખૂબ મહત્વ હોય છે. ઠગાઈ થયા બાદ જેટલો વિલંબ થાય છે, આરોપીઓ પૈસા અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરીને ઉપાડી લે છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ પીડિતના માનસિક તણાવને ઓછો કરવાનો અને પોલીસ પ્રક્રિયાને ઝડપી બનાવી પૈસા રિકવર કરવાનો છે. હાલમાં ગુજરાતમાં 39 સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત છે અને ગુજરાત પોલીસનું ’સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ 1930 નેશનલ હેલ્પલાઈનનું સંચાલન કરી રહ્યું છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ સાયબર ફ્રોડ થાય ત્યારે સમય બગાડ્યા વિના તુરંત જ 1930 નંબર પર કોલ કરવો.
