જી.સી.એ.એસ.નો રકાસ : રાજ્યની વિવિધ કોલેજમાંં ગે્રજ્યુએશનની એક લાખ બેઠકો ખાલી

ગુજરાતની તમામ યુનિવર્સિટી સ્નાતક કોર્સ માટે અમલી બનેલ
આર્ટસ, કોમર્સ, સાયન્સ કોલેજમાં મોટી સંખ્યામાં સીટો ખાલી : છાત્રો પ્રોફેશનલ કોર્સ પર પસંદગી ઉતારતા પરિસ્થિતી સર્જાઇ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સ્નાતક (ઞક્ષમયલિફિમીફયિં – ઞૠ) કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અમલી બનાવાયેલી પગુજરાત કોમન એડમિશન સર્વિસથ (ૠઈઅજ)ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ રાજ્યની વિવિધ કોલેજોમાં આશરે 1 લાખ જેટલી બેઠકો ખાલી પડી હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. આર્ટસ, કોમર્સ, સાયન્સ અને અન્ય પ્રિન્સિપલ કોર્સમાં અપેક્ષા કરતાં ઓછા પ્રવેશ નોંધાતા રાજ્યની અનેક સરકારી તેમજ ગ્રાન્ટ-ઈન- એડ કોલેજોમાં વર્ગખંડો ખાલી રહેવાની નોબત આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશ પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે ૠઈઅજ પોર્ટલ મારફતે સેન્ટ્રલાઈઝડ રજિસ્ટ્રેશન અને એલોટમેન્ટ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, પ્રવેશના વિવિધ રાઉન્ડ પૂર્ણ થયા હોવા છતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એલોટ થયેલી બેઠકો પર ફી ન ભરતાં અથવા અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો તરફ પસંદગી ઉતારતાં ખાલી બેઠકોનો આંકડો ઘણો મોટો રહ્યો છે. ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોની કોલેજોમાં આ પરિસ્થિતિ વધુ ગંભીર જોવા મળી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પરંપરાગત બી.એ., બી.કોમ. અને બી.એસસી. જેવા કોર્સ પ્રત્યે વિદ્યાર્થીઓનો મોહભંગ થઈ રહ્યો છે. આજના યુવાનો સ્નાતક અભ્યાસક્રમોના બદલે કૌશલ્ય આધારિત (જસશહહબફતયમ) શોર્ટ-ટર્મ કોર્સ, પ્રોફેશનલ આઈટી કોર્સ કે વિદેશ અભ્યાસ અર્થે જવાની પ્રવૃત્તિ તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે. આ ઉપરાંત, સ્વ-નિર્ભર ( જ ય હ ર – ઋ શ ક્ષ ફ ક્ષ ભ ય મ ) યુનિવર્સિટીઓની વધતી સંખ્યા પણ સરકારી કે ગ્રાન્ટેડ કોલેજોમાં બેઠકો ખાલી રહેવાનું એક મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. આટલી મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહેતા શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી સત્તાવાળાઓ હવે કોલેજ કક્ષાએ જ પસ્પોટ એડમિશનપ કે બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે વધારાનો રાઉન્ડ યોજવા અંગે વિચારણા કરી રહ્યા છે. જે વિદ્યાર્થીઓએ માં રજિસ્ટ્રેશન કરાવ્યું હોય પરંતુ ક્યાંય પ્રવેશ ન મળ્યો હોય, તેમને ખાલી પડેલી બેઠકો પર સીધો પ્રવેશ આપીને વર્ષ બગાડતાં અટકાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ