પાંચ દિવસથી ઉનાના સૈયદ રાજપરાની બોટમાંથી ભારે મોજાની થપાટે દરિયામાં લાપતા યુવાન

ચાર સ્થાનિક બોટો જીવના જોખમે શોધખોળમાં, પરિવારજનોની આશા અકબંધ

ઉના-દીવ વિસ્તારના માછીમારો માટે દરિયો રોજીરોટી નુંસાધનછે,પરંતુ આ જ દરિયો અવારનવાર માછીમાર પરિવારો માટે આંસુનું કારણ બની રહ્યો છે. ફિશિંગ સિઝન શરૂ થતાં જ દરિયામાં અકસ્માતોની ઘટનાઓ વચ્ચેઉનાના સૈયદરાજપરા બંદરેથી વધુ એક માછીમાર દરિયામાં લાપતા બનવાની કરુણ ઘટના સામે આવી છે.
સૈયદ રાજપરાની બોટમાંથી ભારે મોજાની થપાટથી 40 વર્ષીય માછીમાર દરિયામાં પટકાઈ પડ્યો હતો. ઘટનાને પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી તેનો કોઈ અત્તોપત્તો લાગ્યો નથી.મળતી વિગતો મુજબ સૈયદ રાજપરા ગામે રહેતા લક્ષુબેન રમેશભાઈ બાંભણીયાની જય ખોડિયાર કૃપા નામની બોટ નંબર ઈંગઉ-ૠઉં-14-ખખ-1145 ગત 28 ઓગસ્ટના રોજ સાંજે 6:30 કલાકે ટંડેલ રમેશભાઈ કડવા બાંભણીયા તથાછખલાસીઓસાથે સૈયદ રાજપરા બંદરેથી આશરે 12 નોટિકલ માઈલ દરિયામાં ફિશિંગ માટે નીકળીહતી.
દરિયામાં ફિશિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક ભારે મોજા ઉછળ્યા હતા. મોજાની જોરદાર થપાટ લાગતા મકવાણા હિંમતભાઈ કાનાભાઈ (ઉંમર 40 વર્ષ) બોટમાંથી અકસ્માતે દરિયામાં પડી ગયા હતા. હિંમતભાઈ દરિયામાં ગરકાવ થતાં બોટમાં સવાર અન્ય માછીમારોમાં દેકારો મચી ગયો હતો.સાથી માછીમારો એ તાત્કાલિક તેમને શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દરિયાનાભારે મોજા અને વિકટ પરિસ્થિતિ વચ્ચે તેમનો કોઈ પત્તો મળ્યો નહોતો.
ઘટનાની જાણ થતાં બોટ માલિક અને પરિવારજનોને સંદેશો મોકલવામાં આવ્યો હતો. હિંમતભાઈ દરિયામાં લાપતા બન્યાના સમાચાર મળતા જ પરિવારજનોમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. સૈયદ રાજપરા ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.પાંચ દિવસથી દરિયો ફેંદી રહ્યા છે સ્થાનિક માછીમારોમાછીમાર દરિયામાં પડ્યા બાદ ઘટનાની જાણ તાત્કાલિક ફિશરીઝવિભાગ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડને કરવામાં આવી હતી. સૈયદ રાજપરા કોળી સમાજ બોટ એસોસિયેશનના પ્રમુખ પ્રકાશભાઈ બાંભણીયાએ પણ તંત્રનો સંપર્ક કરી લાપતા માછીમારની શોધખોળ માટે મદદ માગી હતી.
દરમિયાન, સૈયદ રાજપરા બંદરની ચાર જેટલી સ્થાનિક બોટો છેલ્લા પાંચ દિવસથી દરિયામાં સતત શોધખોળ કરી રહી છે. આશરે 10 નોટિકલ માઈલથી વધુના દરિયાઈ વિસ્તારમાં સ્થાનિક માછીમારો પોતાના જીવના જોખમે હિંમતભાઈની શોધ કરી રહ્યા છે. દિવસ-રાત દરિયાના મોજા વચ્ચે શોધખોળ કરવા છતાં હજુ સુધી હિંમતભાઈનો મૃતદેહ કે જીવિત હોવાનો કોઈ પત્તો મળ્યો નથી.
પાંચ દિવસ વીતી જતાં પરિવારજનોની ચિંતા સતત વધી રહી છે. એક તરફ પરિવારજનો પોતાના સ્વજન પરત ફરવાની આશા રાખી રહ્યા છે, તો બીજી તરફ બોટ માલિકો અને સાથી માછીમારો પણ સતત શોધ ખોળમાં જોડાયેલા છે.
ઉના-દીવ વિસ્તારના બંદરો પર ફિશિંગ સિઝન શરૂ થતાં જ માછીમારો દરિયામાં લાપતા બનવાની અને બોટ અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અગાઉ ઉનાના કાજરડી ગામનો યુવાન વણાકબારાના દરિયામાં પડી લાપતા બન્યો હતો અને આઠ દિવસ બાદ પણ તેનો પત્તો મળ્યો નહોતો. બીજી તરફ નવાબંદર ની બોટ અચાનક જળસમાધિ લેતા છ માછીમારો દરિયામાં ફસાયા હતા, જોકે સ્થાનિક બોટ ના ખલાસીઓની સમયસરની કામગીરીથી છ માછીમારોને બચાવી લેવાયા હતા.
હવે સૈયદ રાજપરાની બોટમાંથી 40 વર્ષીય માછીમાર દરિયામાં પડી લાપતા બનતાં માછીમાર પરિવારોમાં ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. દરિયામાં માછીમારોની સુરક્ષા માટે અસરકારક સર્ચ એન્ડ રેસ્ક્યૂ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
માછીમાર આગેવાનોના જણાવ્યા મુજબ સ્થાનિક સ્તરે ફિશરીઝ વિભાગના અધિકારીઓ દ્વારા શક્ય તેટલી મદદ કરવામાં આવી રહી છે. જોકે, સંકટની ઘડીમાં કોસ્ટગાર્ડ અને નેવી તરફથી અપેક્ષિત સહયોગ ન મળતો હોવાના આક્ષેપો વચ્ચે માછીમાર આગેવાનો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.માછીમારોનો સવાલ છે કે જો દરિયામાં કોઈ માછીમાર સંકટમાં મુકાય ત્યારે તાત્કાલિક મદદ માટે કોસ્ટગાર્ડ અને નેવીની વ્યવસ્થા છે, તો લાપતા માછીમારની શોધખોળમાં પાંચ દિવસ સુધી સ્થાનિક માછીમારોને જ જીવના જોખમે દરિયા માં કેમ ઉતરવું પડે છે?પરિવારજનો હવે તંત્ર તરફ મીટ માંડીને બેઠા છે અને લાપતા માછીમારની શોધખોળ વધુ સઘન બનાવી તેને વહેલી તકે શોધી કાઢવામાંઆવે તેવી આશા રાખી રહ્યા છે.

અવેરનેશ વખતે મોટી મોટી વાતો, આપવીતી વખતે કોઈ નહીં!: બોટ એસોસિયેશન પ્રમુખ પ્રકાશભાઈ
સૈયદ રાજપરા કોળી સમાજ બોટ એસોસિયેશનના પ્રમુખ પ્રકાશભાઈ બાંભણીયાએ ભારે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, નવાબંદર અને સૈયદ રાજપરા સહિતના બંદરો પર હજારો લોકો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને સેંકડો બોટો ફિશિંગ માટે દરિયામાં જાય છે. દરિયામાં ફિશિંગ દરમિયાન અકસ્માતકેકોઈઆકસ્મિક ઘટના બને ત્યારે માછીમારો ને તાત્કાલિક મદદની જરૂર પડે છે.તેમણે જણાવ્યું હતું કે, માછીમારોના અવેરનેશ કાર્યક્રમો વખતે કોસ્ટગાર્ડ અને નેવી દ્વારા સંકટ સમયે મદદ કરવા માટે મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ જ્યારે ખરેખર આપવીતી નો સમય આવે ત્યારે મદદ મળતી નથી. ટેલિફોનિક કે રૂબરૂ સંપર્ક કરવામાં પણ મુશ્કેલી પડે છે અને અનેક બાબતોમાં મેઈલ મારફતે જ વ્યવહાર કરવાની ફરજ પડે છે.છેલ્લા પાંચ દિવસથી લાપતા માછીમારની શોધ ખોળ ચાલી રહી છે. આ મામલે રાજુલાના પીપાવાવ પોર્ટ ખાતે કોસ્ટગાર્ડનો સંપર્ક કરતાં નેવી શિપ અને હેલિકોપ્ટર દ્વારા શોધખોળ ચાલી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ ઘટનાના વિસ્તારમાં સ્થાનિક બંદરની ચાર બોટો પાંચ દિવસથી સતત શોધખોળ કરી રહી હોવા છતાં સ્થાનિક માછીમારોએ કોસ્ટગાર્ડનું શિપ કે હેલિકોપ્ટર જોયું નથી, તેવો તેમણે આક્ષેપ કર્યો હતો.પ્રકાશભાઈ બાંભણીયાએ વધુમાં જણાવ્યું હતું કે, સૈયદ રાજપરા બંદર અમરેલી જિલ્લા ના જાફરાબાદ ફિશરીઝ વિભાગ હેઠળ આવે છે,જ્યારે સૈયદ રાજપરા ગામ ગીર સોમનાથ જિલ્લામાં હોવાથી વેરાવળ ફિશરીઝ વિભાગનો પણ સંપર્ક કરવો પડે છે. સંકટસમયેએકવિભાગ બીજા વિભાગ પર જવાબદારી ઢોળતો હોવાનો આક્ષેપ કરતાં તેમણે કહ્યું હતું કે, માછીમારજ્યારેદરિયામાં ફસાયત્યારે જિલ્લા કેવિભાગ ની સરહદો નહીં, પરંતુ તાત્કાલિક માનવીય મદદ જરૂરી છે.તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ તથા સૈયદ રાજપરા કોળી સમાજ બોટ એસોસિયેશનના પ્રમુખ પ્રકાશભાઈબાંભણીયાએલાપતામાછીમારનીશોધખોળ માટે તાત્કાલિક અસરથી વધુ સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવા અને સંકટ સમયે માછીમારોને ઝડપી મદદ મળે તેવી કાયમી વ્યવસ્થા ઉભી કરવા માગ કરી છે.

રિલેટેડ ન્યૂઝ