આગામી ૭ દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી ૭ દિૃવસ સુધી સામાન્યથ મધ્યમ વરસાદૃની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હાલમાં દૃક્ષિણ- પશ્ર્ચિમથી પશ્ર્ચિમ દિૃશાના પવનો ફુંકાઇ રહૃાા છે. ઉપરાંત મોન્સ્ાૂન ટ્રફ, સાયકલોનિક સર્કયુલેશન, વેસ્ટર્ન ડિસ્ટબન્સ અન્ો ટ્રફ જેવી સિસ્ટમ સક્રિય છે રાજ્યમાં એક સાથે અનેક હવામાન પ્રણાલીઓ સક્રિય હોવા છતાં વરસાદૃની તીવ્રતા સામાન્ય રહેશે.
જો કે, આ સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદૃી માહોલ જોવા મળી શકે છે, અને ઘણાં છૂટાછવાયા ભાગોમાં હળવાથી ભારે વરસાદૃી ઝાંપટા પડવાની સંભાવના છે હાલની પરિસ્થિતિ જોતા રાજ્યમાં ભારે વરસાદૃની કોઇ શક્યતા દૃેખાતી નથી.
અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૫૧૪ મી.મી. વરસાદૃ નોંધાયો છે. આ આંકડા પ્રમાણે રાજ્યમાં સામાન્ય કરતા આશરે ૧૫ ટકા ઓછો વરસાદૃ નોંધાયો છે. એટલે કે, ચોમાસાની સિઝન દૃરમિયાન રાજ્યમાં વરસાદૃની ઘટ જોવા મળી રહી છે.
