ગાંધીનગર-દ્વારકા વચ્ચે જનમાષ્ટમી સ્પેશિયલ ટ્રેન ૩ દિૃવસ સુધી દોડશે

તમામ કોચ જનરલ રહેશે

જન્માષ્ટમી પર્વ દૃરિયાન દ્વારધામમાં દૃર્શન અર્થે જતાં શ્રધ્ધાળુઓની ભારે ભીડન્ો ધ્યાનમાં રાખીન્ો પશ્ર્ચિમ રેલવે દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પશ્ર્ચિમ રેલવે દ્વારા ગાંધીનગર કેપિટલ અને દ્વારકા વચ્ચે જન્માષ્ટમી સ્પ્ોશિયલ ટ્રેન દૃોડાવવાનો નિર્ણય લેવાયો છે.
ટ્રેન નંબર ૦૯૫૫૨૧/૦૯૫૨૨ ગાંધીનગર કપ્ોટિલ- દ્વારકા અનારક્ષિત સ્પ્ોશિયલ ટ્રેન ૩,૪ અને ૫ સપ્ટે. ૨૦૨૬ દૃરમિયાન બંન્ો દિૃશામાં દૃોડશે.૩ દિૃવસમાં આ સ્પ્ોશિયલ ટ્રેનના કુલ ૬ ફેરા થશે. આ ટ્રેનમાં તમામ કોચ જનરલ કેટેગરીના અનારક્ષિત રાખવામાં આવ્યા છે. જેથી શ્રધ્ધાળુઓ એડવાન્સ રિઝર્વેશન વગર સરળતાથી મુસાફરી કરી શકશે.
પશ્ર્ચિમ રેલવે દ્વારા જાહેર કરાયેલા ટાઇમટેબલ મુજબ, ગાંધીનગરથી દ્વારકા તરફ જતી ટ્રેન રાત્રે ૮ વાગ્યે ઉપડી સવારે ૫-૫૦ વાગ્યે દ્વારકા પહોંચશે.
જ્યારે દ્વારકાથી ગાંધીનગર આવતી ટ્રેન સવારે ૬-૫૦ વાગ્યે ઉપડી સાંજે પાંચ વાગ્યે પહોંચશે. આ ટ્રેનમાં તમામ કોચ અનારક્ષિત હોવાથી મુસાફરો તાત્કાલિક ટિકિટ લઇન્ો મુસાફરી કરી શકશે. જન્માષ્ટમીના પાવન પર્વે દ્વારકા દૃર્શનાર્થે જતા હજારો શ્રધ્ધાળુઓ માટે આ ટ્રેન ખૂબજ મહત્વપ્ાૂર્ણ સાબિત થશે.

રિલેટેડ ન્યૂઝ