ઓછા વરસાદૃવાળા વિસ્તારોમાં પીવાના પાણી અને પૂરતા ઘાસચારાની ઉપલબ્ધિ સુનિશ્ર્ચિત કરવા તંત્ર સજ્જ

એક જ બંદૃરે ૫૦ મિલિયન મેટ્રીક ટન કાર્ગો હેન્ડલ કરવાનો નવો કિર્તિમાન:સંઘવી

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી કેબિન્ોટ બ્ોઠક

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાત્ો કેબિન્ોટની બ્ોઠક યોજાઇ હતી. આ બ્ોઠક બાદૃ નાયબ મુખ્યમંત્રી અને પ્રવકતા મંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોન્ો સંબોધિત કરતા બ્ોઠકમાં લેવાયેલા નિર્ણયો અને રાજ્યની આર્થિક પ્રગતિ અંગ્ો વિસ્ત્ાૃત માહિતી આપી હતી.
વધુ વિગતો આપતાં ત્ોમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ બ્ોઠકમાં કચ્છ, જામનગર અને દિૃવભૂમિ દ્વારકા સહિતના જિલ્લામાં આ વર્ષે થયેલા ઓછા વરસાદૃની સ્થિતિની ઊંડાણપ્ાૂર્વક સમીક્ષા કરી હતી.આ વિસ્તારોમાં પીવાના પાણી અને ઘાસચારાની અછત ન સર્જાય ત્ો માટે તમામ વિભોગોે કડક સ્ાૂચના આપવામાં આવી છે. આ જિલ્લાઓની સ્થિતિની ગંભીરતાપ્ાૂર્વક સમીક્ષા કરવા માટે પ્રભારી મંત્રીઓન્ો વિશેષ સ્ાૂચના આપવામાં આવી છે.
ત્ોઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીના માર્ગદૃર્શન હેઠળ નાગરિકોના હિતમાં જીએસટી દૃરોમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં ગુજરાતમાં જીએસટી સંગ્રહમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં ગયા મહિન્ો ગુજરાતનો જીએસટી ગ્રોથ ૨૦ ટકા હતો. જે આ મહિન્ો વધીન્ો ૨૮ ટકાએ પહોંચ્યો છે.
ત્ોમણે ગુજરાતના બંદૃરો પર કાર્ગો હેન્ડિંલગમાં થયેલા અભૂતપ્ાૂર્વ વધારાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, કેબિન્ોટ બ્ોઠકમાં રાજ્યના બંદૃરોની સમીક્ષા દૃરમિયાન જાણાવ મળ્યું છે કે, માત્ર એક જ પોર્ટ દ્વારા ૫૦ મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરવામાં આવ્યો છે. જે સવા ગણો વધારો દૃર્શાવે છે. બંદૃરો પર કાર્ગો હેન્ડિંલગના વધેલા આંકડા સ્પષ્ટ કરે છે કે, ગુજરાતનું મેન્યુફેકચિંરગ આઉટપુટ વધ્યું છે અન્ો રાજ્યમાંથી નિકાસમાં મોટો ઉછાળો આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ