સુલતાનપુર પોલીસનો દેવળકો સીમમાં આવેલી વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો

4.50 લાખની રોકડ સહિત 5.70 લાખના મુદ્દામાલ સાથે 10 ઝડપાયા

સુલતાનપુર ગામની સીમમાં આવેલી વાડીમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને 10 શખસોને રમીપત્તાનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા છે.
મળતી માહિતી મુજબ સુલતાનપુર પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પીઆઇ યુ. આર. ડામોરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે સુલતાનપુર ગામે ’દેવળકો’ તરીકે ઓળખાતી સીમમાં આવેલી મેહુલ જીણાભાઈ ગોંડલીયાની વાડીમાં જુગાર અંગે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ ₹4,50,000, 7 મોબાઈલ (કિંમત ₹35,000), 5 મોટરસાયકલ (કિંમત ₹85,000) અને 52 ગંજીપત્તાના પાના મળીને કુલ ₹5,70,000 નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા કલમ 4 અને 5 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ દરોડામાં જુગાર રમી રહેલા સુલતાનપુર નાં મેહુલ જીણાભાઈ ગોંડલીયા, લલીતભાઈ અરજણભાઈ ભેસાણીયા, રમેશ મગનભાઈ ગોંડલીયા, રમેશ હિંમતભાઈ થડેશ્વર, અશોક ઉર્ફે ગડો વલ્લભભાઈ ગોંડલીયા, કમલેશ ગૌરીશંકરભાઈ દવે, ભરતભાઈ ભીમજીભાઈ વૈષ્ણવ, રાજુ લાલજીભાઈ ગોંડલીયા, મનસુખ બચુભાઈ હીરપરા અને વીનુભાઈ લીંબાભાઈ ગોંડલીયા ને જડપી લઇ કાર્યવાહી હાથ ધરાઇ હતી.

રિલેટેડ ન્યૂઝ