સુરત ખાત્ો કેન્દ્રિય મંત્રી અન્ો નાયબ મુખ્યમંત્રીએ સાયકલ રેલીનું ન્ોત્ાૃત્વ કર્યું
શહેરમાં આજે ‘નશા મુક્ત યુવા ભારત અભિયાન થીમ હેઠળ ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલના ૮૯મા સંસ્કરણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તથા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહૃાા હતા. આ સાયકલ યાત્રામાં શાળાના બાળકો, રમતવીરો, ફિટનેસ ઉત્સાહીઓ અને વરિષ્ઠ નાગરિકો સહિત ૩,૦૦૦થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમ દૃરમિયાન સભાને સંબોધતા કેન્દ્રીય મંત્રી ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, સ્વસ્થ નાગરિકો વિના વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવું શક્ય નથી અને સ્વસ્થ યુવાનો વિના સ્વસ્થ નાગરિકો તૈયાર થઈ શકે નહીં. તેમણે ઉમેર્યું હતું કે સાયકલ ચલાવવી એ શારીરિક રીતે ફિટ રહેવાની શ્રેષ્ઠ પદ્ધતિ છે. આ ઝુંબેશ માત્ર ફિટનેસ પૂરતી મર્યાદિૃત નથી, પણ દૃર અઠવાડિયે નવી સામાજિક થીમ સાથે સમાજના તમામ વર્ગો સુધી પહોંચી રહી છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પહેલની પ્રશંસા કરતા કહૃાું કે દૃેશભરમાં યોજાતી આ સાયકિંલગ ડ્રાઇવ એ જમ્મુ-કાશ્મીરથી કન્યાકુમારી સુધીના સમગ્ર દૃેશને ફિટનેસના એક તાંતણે બાંધવાનું કામ કર્યું છે.