Jai Hind

વડાપ્રધાન આજે ગુજરાતમાં રૂા.૩૫ હજાર કરોડથી વધુની રેલવે પરિયોજનાઓનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અન્ો રાષ્ટ્રન્ો કરશે સમર્પણ

રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે ગુજરાત આગમન દૃરમિયાન અમદૃાવાદૃ એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરતા ગુજરાતમાં ચાલી રહેલી અને આગામી રેલવે પરિયોજનાઓની પ્રગતિ અંગે માહિતી આપી.
રેલવે મંત્રીએ જણાવ્યું કે ૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃી ગુજરાતમાં રૂ. ૩૫,૦૦૦ કરોડથી વધુની વિવિધ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓનો શિલાન્યાસ, ઉદૃઘાટન અને રાષ્ટ્રને સમર્પણ કરશે.
વૈષ્ણવે જણાવ્યું કે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર દૃેશના પરિવહન ક્ષેત્રની એક મોટી કરોડરજ્જુ તરીકે કામ કરશે. તેમણે માહિતી આપી કે આ મહત્વાકાંક્ષી પરિયોજના હવે પૂર્ણપણે તૈયાર થઈ ગઈ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી ૮ સપ્ટેમ્બરના રોજ તેને રાષ્ટ્રને સમર્પિત કરશે.
હવે જેએનપીટી થી દૃાદૃરી સુધી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર તથા લુધિયાણાથી પ્રયાગરાજથી આગળ સોનનગર સુધી ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. ખાસ કરીને હાલમાં જ પૂર્ણ થયેલા ત્રણ સેક્શનોને પણ વડાપ્રધાન રાષ્ટ્રને સમર્પિત કરશે. રેલવે મંત્રીએ જણાવ્યું કે રતલામ-વડોદૃરા રેલવે માર્ગના ફોર લાઇિંનગ કામનો ફાઉન્ડેશન સ્ટોન પણ વડાપ્રધાન દ્વારા મુકવામાં આવશે.
મુંબઈ-અમદૃાવાદૃ હાઈ સ્પીડ રેલવે પરિયોજના અંગે વૈષ્ણવે કહૃાું કે બુલેટ ટ્રેન પરિયોજનાની પ્રગતિ ખૂબ જ સારી છે. તેમણે જણાવ્યું કે આવનારા વર્ષ માટે સુરત-બિલિમોરા સેક્શનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને કામ અપેક્ષા કરતાં વધુ ઝડપે આગળ વધી રહૃાું છે.