Jai Hind

હવે દર મહિને 3KGની જગ્યાએ મળશે ૧ કિલો ચોખા; BPL રાશન કાર્ડ ધારકોને ઝટકો, ચોખાના ક્વોટામાં ઘટાડો

ચોખાના ક્વોટામાં ઘટાડો કરી દૃેવામાં આવ્યો છે : હવે દૃર મહિને ત્રણની જગ્યાએ માત્ર ૧ કિલો ચોખા મળશે

રાજ્યમાં રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. પૂરવઠા વિભાગની નવી જાહેરાતથી બીપીએલ કાર્ડ ધારકોને ઝટકો લાગ્યો છે.
ગુજરાતમાં બીપીએલ કાર્ડ ધારકોને હવે મહિનામાં ત્રણ કિલોની જગ્યાએ માત્ર ૧ કિલો ચોખા મળશે. આ પહેલાં ૩ કિલો ચોખા અને બે કિલો ઘઉં આપવાની જાહેરાત થઈ હતી, જેમાં હવે ઘટાડો કરી દૃેવામાં આવ્યો છે.
ગુજરાતમાં મ્ઁન્ રેશન કાર્ડ ધારકો જે દૃર મહિને સસ્તા અનાજની દૃુકાનમાંથી રાશન લે છે તેના માટે મોટો નિર્ણય લેવાયો છે. હવે દૃર મહિને ત્રણ કિલો ચોખાની જગ્યાએ માત્ર એક કિલો ચોખા મળશે.
કેન્દ્ર સરકારની સૂચના બાદૃ એક કિલો ચોખા, બે કિલો ઘઉં અને બે કિલો બાજરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે વાત કરતા ફેર પ્રાઇસ શોપ લાઇસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહ્લાદૃ મોદૃીએ જણાવ્યું કે સરકાર તરફથી યોગ્ય સ્પષ્ટતા ન થતાં ગ્રાહકોની દૃુકાનદૃારો સાથે તકરાર
થાય છે. તેમણે જણાવ્યું કે અનાજ ન હોય તો એક મહિનો વિતરણ બંધ કરવું જોઈએ.
પૂરવઠા વિભાગ દ્વારા ચોખાના વિતરણમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે હવે વ્યક્તિદૃીઠ બે કિલો બાજરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પહેલા એક કિલો બાજરી આપવામાં આવતી હતી, જેને વધારી બે કિલો કરવામાં આવી છે.