એસ.ડી. ાફુ અને અઙગઅ ઙઅઢ એપ્લિકેશનથી ટુંકા ગાળામાં અસાધારણ વળતરની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કર્યાનો આરોપ: ભોગ બનેલાઓની ફરીયાદ બાદ પોલીસની કાર્યવાહી: રૂા.1000થી માંડીને રૂા.5 લાખ સુધીના રોકાણ માટે લાલચ અપાઇ હતી : સાઇબર ક્રાંઇમે 6ની ધરપકડ કરી
અમરેલી સાયબર ક્રાઇમે એસડી પેના નામે રૂા.634 કરોડના કૌભાંડનો પર્દાફાશ કરી 6 આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીઓ જઉ ઙફુ/આક્ષફ ઙફુ એપ્લિકેશનના માલિક ધવલ પટેલ, આશિષભાઈ ગેડીયા, (રહે. સુરત), ભાવેશભાઈ ચૌહાણ, (રહે. સુરત), તથા જઉ ઙફુ/આક્ષફ ઙફુ એપ્લિકેશનના પ્રમોટરો, ડિરેક્ટરો, સંચાલકો, એજન્ટો અને અન્ય અજાણ્યા સહયોગીઓએ એકબીજાની સાથે મળી પૂર્વઆયોજિત ગુનાહિત કાવતરું રચી સંગઠિત રીતે જાહેર જનતાને ટૂંકા સમયમાં અસાધારણ નાણાકીય વળતર આપવાની લાલચ આપી જઉ ઙફુ/આક્ષફ ઙફુ નામની ઓનલાઈન એપ્લિકેશન મારફતે 10,00,000 રૂપિયાની થાપણો સ્વીકારી ગત તા.1/12/25 થી ત.2/9/26 સુધીમાં સાવરકુંડલા ગામે ગેરકાયદેસર રીતે નાણાંકીય યોજના ચલાવી એપ્લિકેશનમાં એકાઉન્ટ ખોલાવી દર મહિને 9 ટકા રિટર્ન અને કેશબેક આપી તથા અન્ય આકર્ષક વળતર આપવાની લાલચ આપી લોકોને તેમાં રોકાણ કરવા પ્રેરિત કરી રોકાણકારોમાં વિશ્વાસ ઉભો કર્યો હતો.
શરૂઆતના તબક્કામાં કેટલાંક રોકાણકારોને રિટર્ન કેશબેકની રકમ ચૂકવી આપી અને વધુ લોકોને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા બાદ રોકાણકારો પાસેથી મોટી રકમની થાપણો રોકાણની રકમ એકત્ર કરી લીધેલ હતું. ત્યાર બાદ એપ્લિકેશનની વિવિધ સેવાઓ બંધ કરી દઈ એપ્લિકેશનનું નામ જઉ ઙફુ માંથી બદલીને આક્ષફ ઙફુ કરી, રોકાણકારોની રોકાણ કરેલ રકમ પરત ન આપી, સાવરકુંડલા ગામે મારું નિવાસ, ખાટકીવાડાની બાજુમાં, જેસર રોડ ઉપર રહેતા રહેતા વનિતાબેન મનુભાઈ મારૂ અને નરેન્દ્રકુમાર રમેશભાઈ મહિડા નામની મહિલા સાથે આરોપીઓએ છેતરપિંડી ઠગાઈ કર્યા અંગેની અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ હતી.
અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન રોકાણના નામે ચાલતા મોટા નાણાકીય કૌભાંડનો પર્દાફાશ કરી કંપનીના ડિરેક્ટર સહિત કુલ છ આરોપીઓને ઝડપી લેતાં સાયબર જગતમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ તપાસમાં જઉ ઙઅઢ અને આક્ષફ ઙફુ નામની એપ્લિકેશન મારફતે લોકોને આકર્ષક દૈનિક વળતર અને રેફરલ બોનસની લાલચ આપી મોટા પાયે નાણાંનું રોકાણ કરાવવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. આ સમગ્ર નેટવર્ક સાથે જોડાયેલા અલગ-અલગ કંપનીઓના બેન્ક ખાતાઓમાં અંદાજે રૂ.634 કરોડ જેટલા નાણાકીય વ્યવહારો થયાનું તપાસમાં સામે આવ્યું છે. આ મામલે અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ તપાસ મુજબ આરોપીઓ દ્વારા જઉ ઙઅઢ એપ્લિકેશન મારફતે લોકોને રૂ.1,000થી લઈને રૂપિયા 5 લાખથી વધુ રકમનું રોકાણ કરાવવા માટે લાલચ આપવામાં આવતી હતી. રોકાણની રકમ પ્રમાણે દરરોજ 0.15 ટકાથી 0.30 ટકા સુધીનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવતી હતી. એટલું જ નહીં, અન્ય લોકોને એપ સાથે જોડવા માટે 15 અલગ-અલગ લેયર સુધી રેફરલ બોનસ આપવાની યોજના પણ ચલાવવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આરોપીઓએ પોતાના રેફરલ મારફતે શરૂઆતના લેવલમાં લોકોને જોડ્યા બાદ તેમની નીચે અલગ-અલગ લેવલ ઊભા કરી નેટવર્કને મોટું બનાવ્યું હતું. પોલીસ તપાસમાં દોઢ લાખથી પોણા બે લાખ જેટલા લોકો આ નેટવર્ક સાથે જોડાયા હોવાનું સામે આવ્યું છે. એપ્લિકેશનના યુઝર્સની સંખ્યા પણ મોટી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
આ સમગ્ર કૌભાંડની તપાસ દરમિયાન અલગ-અલગ બેન્ક ખાતાઓની તપાસ કરતાં ગઈઈછઙ પોર્ટલ પર 12 બેન્ક ખાતાઓ વિરુદ્ધ દેશભરમાંથી કુલ 83 સાયબર ફ્રોડની ફરિયાદો મળી આવી હોવાનું પોલીસ દસ્તાવેજોમાં જણાવાયું છે. આ ફરિયાદોમાં કુલ રૂ.23,08,73,567ની ફ્રોડ રકમ તથા રૂ.76,84,926ની ડિસ્પ્યુટેડ રકમ હોવાનું સામે આવ્યું છે. આ તમામ નાણાકીય વ્યવહારો અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ તપાસમાં નાણાં મેળવવા, સગેવગે કરવા અને રેફરલના વ્યવહારો માટે વિવિધ કંપનીઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.
આ કંપનીઓ તથા તેમના નામે અલગ-અલગ બેન્કોમાં આશરે 15 જેટલા બેન્ક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. આ ખાતાઓમાં અંદાજે રૂ.634 કરોડ જેટલી રકમના વ્યવહારો થયાની વિગતો સામે આવી છે. ઉપરાંત આરોપીઓ સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિગત બેન્ક ખાતાઓની પણ તપાસ ચાલી રહી છે.
કંપનીના ડિરેકટર સહીત છ આરોપીઓને ઝડપી લીધા છે જેમાં 1. આશિષભાઈ છગનભાઈ ગેડિયા, (મૂળ સાવરકુંડલા), હાલ સુરત. 2. ભાવેશભાઈ ધીરુભાઈ ચૌહાણ,મૂળ સાવરકુંડલા), હાલ સુરત. 3. નિશી સત્યનારાયણ પ્રસાદ, (મહેસાણા), 4. સોહિલભાઈ જીતેન્દ્રકુમાર મકવાણા, (મહેસાણા) 5. નિરવકુમાર અરવિંદભાઈ પટેલ, (બલોલ, મહેસાણા) 6. સૂર્યસિંહ જગતસિંહ રાઠોડ,માણસા, ગાંધીનગર, અને જ.ઉ. ઇંઞઇ કંપનીના ડિરેક્ટર)નો સમાવેશ થાય છે.
પોલીસે કંપનીના ડિરેક્ટર સૂર્યસિંહ રાઠોડ સહિત તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. સાથે જ આરોપીઓ સાથે સંકળાયેલી અન્ય કંપનીઓ, બેન્ક ખાતાઓ અને નાણાકીય વ્યવહારોની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વધુ આરોપીઓ અથવા વધુ નાણાકીય વ્યવહારો બહાર આવે તેવી શક્યતા છે.