Jai Hind

ઓકટોબરમાં કોલકતામાં TAAIસંમેલનમાં 75 વર્ષની ઉજવણી કરાશે 900થી વધુ પ્રતિનિધીઓ અને મીડીયાની ઉપસ્થિતિ રહેશે

ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા જે ટ્રાવેલ, ટુરિઝમ, હોસ્પિટાલિટી અને ખઈંઈઊ મેાંં સક્રિય રીતે સંકળાયેલી લગભગ 2,500 કંપનીઓ સાથે ભારતનું નોડલ સંગઠન છે, તે પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે ઝઅઅઈં ના 69મા સંમેલન અને પ્રદર્શનમાં ઝઅઅઈં ના 75 વર્ષના શ્રેષ્ઠતાના ઉજવણીની જાહેરાત કરતા આનંદ અનુભવે છે.
3-દિવસીય સંમેલન 25 થી વળ ઓક્ટોબર, 2026 દરમિયાન કોલકાતાના આઇટીસી રોયલ બંગાળ ખાતે યોજાશે. આ સંમેલનનું વિશેષ મહત્વ છે કારણ કે ઝઅઅઈં ભારતીય મુસાફરી, પર્યટન અને આતિથ્ય માટે શ્રેષ્ઠતા, નેતૃત્વ અને સેવાના 75 વર્ષની ઉજવણી કરે છે.
1951 માં સ્થાપિત, ઝઅઅઈં 75 વર્ષથી ભારતના ટ્રાવેલ અને ટુરિઝમ ઉદ્યોગમાં મોખરે છે, જે આ ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપે છે અને દેશભરના ટ્રાવેલ પ્રોફેશ્નલ્સને એકસાથે લાવે છે. ઝઅઅઈં લગભગ 2,500 સભ્ય કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે છે જે આઉટબાઉન્ડ, ડોમેસ્ટિક, ઇનબાઉન્ડ ટુરિઝમ; ટ્રાવેલમાં સક્રિય રીતે રોકાયેલા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાનને અનુસરીને, ઝઅઅકની મેનેજિંગ કમિટીએ નિર્ણય લીધો છે કે 69મું સંમેલન આ વર્ષે વિદેશમાં યોજાવાનું છોડીને ભારતમાં યોજાશે. ત્રણ દિવસીય સંમેલનમાં ભારતભરમાંથી આશરે 900 પ્રતિનિધિઓ અને મીડિયા એકઠા થવાની અપેક્ષા છે. સંમેલન કાર્યક્રમ, નોંધણી અને ભાગીદારી અંગે વધુ વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.