Jai Hind

દીવમાં માટી ચોરીનું મોટું કૌભાંડ ડમ્પરો ભરાય ભરાયને માટી ગુજરાતમાં ઠલવાય છે

દીવમાં માટી ચોરીનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. દીવ પ્રશાસન તપાસ કરે તો માટી ચોરી કરનારને જેલ જવાનો વારો આવે તેમ છે. વાત એવી છે કે છેલ્લા બે સપ્તાહથી ઘોઘલા સ્મશાન રોડ, આવાસ મકાનોની બાજુમાંથી હીટાચી મશીનથી માટી કાઢી અને તેને ડમ્પર દ્વારા તડ ચેક પોસ્ટ બાજુથી ગુજરાત રાજયમાં ઠલાવવામાં આવે છે. પાંચથી છ ડમ્પરો સતત ચાલુ રહે છે અને દિવસભરમાં તો ન ગણી શકાય તેટલી માટી ગુજરાત રાજયમાં જાય છે. દીવના ડેવલોપમેન્ટમાં આ માટી વપરાય તો બરાબર છે કે દીવની માટી દીવમાં જ રહે.
દીવ તો ચારેબાજુથી સમુદ્રથી ઘેરાયેલુ છે અને આવી માટી કાઢવાથી પ્રકૃતિ અને વાતાવરણને પણ મોટું નુકશાન થાય છે અને દીવની કુદરતી ભૌગોલીક પરિસ્થતીની પણ બગડે છે અને કુદરતી માટીને વારંવાર કાઢવાથી પણ ભવિષ્યમાં મોટી દુર્ઘટનાની શકયતા નકારી ન શકાય જેથી દીવના બાહોશ કલેકટર રાહુલ દેવ બુરા દીવની બહાર માટી લઇ જનારાની તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરે. જેથી બીજી વાર કોઇ આવું કૃત્ય કરવા પહેલા સો વાર વિચારે.