ખાલીસ્તાની ગ્રુપે ઇ-મેઇલ મોકલતા સુરક્ષા એજન્સી દોડતી થઇ: રાજકોટ કોર્ટમાં ડોગ-બોમ્બ સ્કવોડથી ચેકીંગ હાથ ધરાયું: શંકાસ્પદ વસ્તુ નહીં મળતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો
ગુજરાતમાં સરકારી સંસ્થાઓ અને રિફાઇનરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો સિલસિલો યથાવત છે. મંળવારે ફરી નયારા રિફાઇનરી, મહાત્મા મંદિર અને રાજકોટ કોર્ટને ઉડાવી દેવાનો ધમકીભર્યો ખાલીસ્તાની ગ્રુપનો મેઇલ મળતા ખળભળાટ મચ્યો છે. ધમકીભર્યા મેઇલ બાદ સુરક્ષાતંત્ર અને એજન્સી હરકતમાં આવી છે. રાજકોટ કોર્ટમાં ડોગ અની બોમ્બ સ્કવોડથી ચેકક્ર હાથ ધરવામાં આવ્યું હતું. જો કે કોઇ શંકાસ્પદ વસ્તુ નહીં મળતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
ગુજરાતમાં સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓનો સિલસિલો યથાવત હોય તેમ રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ખાલીસ્તાની ગ્રુપના નામે કોર્ટના ઓફિશિયલ ઇ મેઈલ એડ્રેસ અને બાર એસોસિએશનના ઇ-મેઇલ એડ્રેસ ઉપર સવારના દસેક વાગ્યાના અરસામાં ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો હતો. આ અંગે બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા દ્વારા કોર્ટ અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ, ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ સહિતના ઉચ્ચ અધિકારીઓ કોર્ટ ખાતે દોડી ગયા હતા. સદનસીબે આજે કોર્ટમાં સવંતસરીની રજા હોવાથી વકીલો અને અસિલો કોર્ટમાં હાજર ન હતા પોલીસ દ્વારા તાત્કાલિક સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ધમકીને ગંભીરતાથી લઈને તમામ કોર્ટમાં ડોગ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમની મદદથી ઝીણવટભરી તપાસ કરાઈ રહી છે.
આ ધમકી મળતાની સાથે જ રાજકોટ પોલીસની વિવિધ પાંખો હરકતમાં આવી ગઈ હતી. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સમગ્ર પરિસરને કોર્ડન કરી લેવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ, જઘૠ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (ઇઉઉજ) અને ડોગ સ્ક્વોડની ટીમો તપાસમાં જોડાઈ છે. કોર્ટના ખૂણેખૂણા, ચેમ્બર્સ અને પાર્કિંગમાં તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં મેઇલમાં કેનેડાના ખાલીસ્તાની નેતાઓ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (બીકેઆઇ) સંગઠનના નેતાઓના નામ પણ લખાયા છે. પોલીસ તપાસમાં હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. ધમકી ભર્યા મેઈલ અંગે સાયબર ક્રાઈમ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ કોર્ટ ઉપરાંત જામનગર વિસ્તાર સુધી ડ્રોન દ્વારા હુમલો કરવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત વાડીનાર પોર્ટ, નયારા રિફાઇનરી અને સિક્કા પોર્ટ જેવા સંવેદનશીલ અને વ્યૂહાત્મક ઔધોગિક સ્થાનોને પણ નિશાન બનાવવાની ચેતવણી અપાઈ છે. એટલું જ નહીં, ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે આઇફોનની બેટરીની મદદથી બ્લાસ્ટ કરવાની ધમકી પણ આપવામાં આવી છે.
રાજકોટ કોર્ટને દોઢ વર્ષમાં પાંચ વખત ધમકી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને છેલ્લા દોઢ-બે વર્ષમાં પાંચ વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. તમામ ધમકીઓ ઈ-મેઈલ મારફતે અપાઈ હતી અને તપાસમાં અફવા સાબિત થઈ છે.પ્રથમ ધમકી જૂન-2025માં મળી હતી, જેમાં કોર્ટ પરિસરમાં બોમ્બ હોવાની વાતથી ચાર કલાક સુધી સઘન ચેકિંગ કરાયું હતું. બીજી ધમકી જાન્યુઆરી-2026માં ઓફિશિયલ ઈ-મેઈલ પર આત્મઘાતી હુમલા અને છઉડની ગંભીર ચેતવણી સાથે મળી હતી.ત્રીજી અને ચોથી ધમકી ફેબ્રુઆરી-2026માં ગણતરીના દિવસોમાં જ મળી હતી. એક સામૂહિક હોક્સ મેઈલ હતો, જ્યારે બીજામાં કોર્ટ સાથે કલેક્ટર કચેરીનો પણ ઉલ્લેખ હતો.પાંચમી અને તાજી ધમકી તા. 15 સપ્ટેમ્બર 2026ના રોજ ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (ઇઊંઈં)ના નામે મળી છે.