કોર્પોરેશન 90 હજારથી વધુ દીવડા પ્રજ્જવલ્લીત કરી વડાપ્રધાનના દિર્ધાયુની પ્રાર્થના કરશે: આજથી એક માસ સુધી સેવાકીય-લોકજાગૃતતા કાર્યક્રમોની વણઝાર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસને ઉજવવા માટે રાજકોટ મહાનગરપાલિકામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. આજે કોર્પોરેશન દ્વારા 12 આઈકોનિક સ્થલે દિપોત્સવ કરાશે તો 90 હજારથી વધુ દીવડા પ્રગટાવી વડાપ્રધાનના દિર્ધાયુની પ્રાર્થના કરાશે. આ ઉપરાંત આજથી એક માસ સુધી ઠેર ઠેર સેવાકીય અને લોકજાગૃતિના કાર્યક્રમોની વણઝાર થશે.
આવતીકાલે સવારે રાજકોટ શહેરના અલગ-અલગ તમામ વોર્ડમાં નાગરિકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સાંજના સમયે ભાજપ દ્વારા ગણપતિની આરતી સંપન્ન થયા બાદ 7:15 કલાકે રેસકોર્સ ગ્રાઉન્ડથી બહુમાળી ચોક સુધી હજારો નાગરિકો દ્વારા હાથમાં દીવા લઈને એક ભવ્ય માનવ સાંકળ’ તૈયાર કરવામાં આવશે. રેસકોર્ષથી ગણપતિ મંગલ મહોત્સવમાં એક સાથે દીપ પ્રગટાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વસ્થ દિર્ધાયુની પ્રાર્થના સ્વરૂૂપ આર્શીવાદનો દીવડો કાર્યક્રમ યોજાશે જેમાં રાજકોટ મહાનગરના અંદાજે 90,000 થી વધુ દીવડા પ્રગટાવવામાં આવશે. આ માટે માટીના દીવડાઓ તથા વાટ ખાદી ભંડાર અને સ્થાનિક નાના વેપારી પાસેથી ખરીદવામાં આવશે. જેથી રોજગારી પણ પુરી પાડવાનું કાર્ય કરશે. રેસકોર્સ ખાતે દીપોત્સવ પૂર્ણ થયા બાદ સાંજે 8:00 કલાકે શહેરના ઇકોનિક સરે સહિત કુલ 12 જેટલા વિવિધ આકર્ષક સ્થળોએ સામૂહિક દીપોત્સવ ઉજવવામાં આવશે. જેમાં અટલ સરોવર, ઈન્ટીગ્રેટેડ કમાન એન્ડ કંટ્રોલ સેન્ટર, મહાત્મા ગાંધી મ્યુઝીયમ, ઈન્ડોર સ્ટેડીયમ (5) રામવન, રેસકોર્ષ, એઈમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હીરાસર, આર્ટ ગેલેરી, લાઈટ હાઉસ (પ્રધાનમંત્રી અફોર્ડેબલ હાઉસીંગ યોજના), આવાસ યોજના, બસપોર્ટ, સામૂહિક દીપોત્સવની ઉજવણી કરવામાં આવશે. 17 સપ્ટેમ્બર થી 7 ઓકટોબર સુધીમાં રાજકોટ મહાનગરની વિવિધ સરકારી અને સેલ્ફ ફાયનાન્સ શાળાઓના બાળકો માટે નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલ સેવા કાર્યો અને વિકસિત ભારત એમ બે વિષયો ઉપર ચિત્ર સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાઓ યોજાશે. શ્રેષ્ઠ ચિત્રો અને વકતૃત્વ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે 25 વર્ષના સેવા કાર્યો, પ્રમુખ જનકલ્યાણકારી યોજનાઓ અને દેશમાં આવેલા પરિવર્તનની વાતને સરળ, ભાવનાત્મક અને સંગીતમય નાટક દ્વારા રાજકોટ મહાનગરના મુખ્ય સર્કલો અને જાહેર સ્થળ તેમજ શાળાઓ, કોલેજોમાં યોજવામાં આવશે. તા. 25 સપ્ટેમ્બર થી 7 ઓકટોબર દરમ્યાન રાજકોટ શહેર મહિલા મોરચા અને રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટાયેલા કાર્યકર્તા દ્વારા આંગણવાડી કાર્યકરોનું જાહેર સન્માન કરવામાં આવશે. તેમજ આંગણવાડીના બાળકો માટે નાની નાની મનોરંજક પ્રવૃતિઓ યોજવામાં આવશે તેમજ ફ્રુટ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવશે. રાજકોટ મહાનગરના દરેક શકિતકેન્દ્રમાં આ અભિયાન ચલાવવામાં આવશે અને શકિતકેન્દ્ર દીઠ વિવિધ યોજના અને ક્ષેત્રોના લાભાર્થીઓના 10 નાના વાસ્તવિક વીડીયો-રીલ રેકોર્ડ કરી પ્રદેશમાં મોકલવામાં આવશે. સમગ્ર દેશમાંથી 25000 સારી વીડીયો વાર્તાને શોર્ટલીસ્ટ કરી તેમાંથી 250 પ્રભાવશાળી વીડીયો વાર્તાને પ્રોફેસનલી રજુ કરવામાં આવશે. ઈન્ફ્લુએન્સર્સને પરિવર્તનકારી સ્થળો સાથે જોડીને વિકાસની વાસ્તવિક વાર્તાઓ દેશ સુધી પહોંચાડવામાં આવશે. રાજકોટ મહાનગરના અલગ અલગ વોર્ડ અને વિસ્તારમાંથી નાની નાની પગપાળા તથા બાઈક સ્વરૂૂપે સેવા જ્યોત સાથેની રેલી યાત્રા કાઢી એક નિશ્ર્ચિત સ્થળે ભેગા થઇ ત્યાં સ્ટેજ સ્વરૂૂપે કાર્યક્રમ યોજી ઉપસ્થિત જનમેદનીને સેવા કાર્યો અંગે માહિતગાર કરવામાં આવશે અને વિકસિત ભારત 2047 નો સામૂહિક સંકલ્પ લેવડાવવામાં આવશે.