ખારવા, કોળી, દલિત સમાજ સહિત અઢારેય વર્ણમા તેમની પુજા અર્ચના
ગુજરાત અને રાજસ્થાનની મરુભૂમિ પર જ્યારે ભાદરવા મહિનાની શરૂઆત થાય છે, ત્યારે વાતાવરણમાં એક અલૌકિક ભક્તિરસ ઘૂળાય છે. ’નોરતા’ શબ્દ સાંભળતા જ આપણને આસો મહિનાના નવરાત્રિના ગરબા યાદ આવે, પરંતુ ભાદરવા સુદ એકમથી નોમ (અથવા અગિયારસ) સુધી ચાલતા રામદેવપીરના નોરતા એ લોકઆસ્થા, ભક્તિ અને સર્વધર્મ સમભાવનું એક અદ્ભુત પર્વ છે. કળિયુગના અવતારી પુરુષ અને દીન-દુખિયાના બેલી એવા બાબા રામદેવજી મહારાજના આ નોરતા ભક્તો માટે આત્મશુદ્ધિ અને શ્રદ્ધાનો ઘોડાપુર અવસર લઈને આવે છે.
કૃષ્ણાવતાર બાબા રામદેવપીર સંવત 1461માં ભાદરવા સુદ બીજને શનિવારે પોકરણના રાજા અજમલજીના આંગણે પારણામાં સ્વયંભૂ પ્રગટ થયા હતા! બાબા રામદેવપીરે પોતા ના જીવનકાળ દરમિયાન અનેક લૌકિક-અલૌકિક કાર્યો-અવતારકાર્ય પરિપૂર્ણ કરીને સંવત 1515માં ભાદરવા સુદ અગિયારસના શુભ દિવસે રાજસ્થાનમાં જેસલમેર જિલ્લાના પોકરણ તાલુકાના રુણિયા-રણુજા પાસે રામદેવરામાં રામસરોવરની પાળે જીવંત સમાધિ લીધી હતી જ્યાં ખાસ કરીને ભાદરવા મહિનામાં ભવ્ય મેળો ભરાય છે.
રામદેવજીએ બાળપણથી જ અનેક ચમત્કારો (પરચાઓ) આપીને અધર્મનો નાશ કર્યો અને ઉચ્ચ-નીચના ભેદભાવ ભૂંસી નાખ્યા. જ્યારે મક્કાથી આવેલા પંચ પીરોએ તેમની શક્તિની પરીક્ષા લીધી અને રામદેવજીએ પોતાના પરચાથી તેમને અચરજમાં મૂકી દીધા, ત્યારે તે પીરોએ પણ મુક્તકંઠે સ્વીકાર્યું હતું: ’હમ તો પીર હૈ, પણ આપ તો પીરા કે પીર હો!’ ત્યારથી તેઓ ’રામદેવપીર’ તરીકે પૂજાયા.
ભાદરવી પગપાળા ચાલીને રણુજા (રાજસ્થાન) અથવા ગુજરાતમાં આવેલા નાના-મોટા રામદેવપીરના મંદિરો (જેમ કે પીપળી, તોરણિયા) તરફ પ્રયાણ કરે છે. હાથમાં નેજા (પંચરંગી ધ્વજા) લઈને ‘જય રામદેવ પીર ના નારા સાથે રસ્તાઓ ગુંજી ઉઠે છે.
આજે પણ રામદેવપીરના નોરતામાં હિંદુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો એકસાથે શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે. મુસ્લિમ ભાઈઓ તેમને ’રામસા પીર’ તરીકે પૂજે છે. રામદેવપીરના નોરતા માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પણ જીવવાની સામાજિક પ્રેરણા આપે છે.ભાદરવાના આ તે કડવાશ ભૂલીને પ્રેમ અને ભાઈચારાથી નોરતા ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનો ત્રિવેણી સંગમ છે. લીલા ઘોડાવાળા, ભાલેદાર, અને ભક્તોના સંકટ વિરાજમાન છે તેવી લોકશ્રદ્ધા છે. ભાદરવી નોરતાની આ હરનારા બાબા રામદેવજી આજે પણ કળિયુગમાં સાક્ષાત્ પવિત્ર જ્યોત માનવજાતને સત્ય, અહિંસા અને સેવાના માર્ગે ચાલવાનો સંદેશ આપતી રહે છે.