Jai Hind

દીવમાં ગણપતિ બાપાના વિસર્જન સ્થળમાં પાણી ભરાતા કરાયો નિકાલ

કાઉન્સીલરે ડીએમસીના ઈજનેરો અને કોન્ટ્રાકટરોને બોલાવી સ્થળ શ્રધ્ધાળુઓ માટે અનુકુળ બનાવ્યું

દીવમાં ગણપતિ બાપાના વિસર્જન સ્થળ સેવા ભવનની સામે વરસાદનું પાણી ભરાયું હતુ જેનો નિકાલ નહિ થતા ડીએમસીનાં કાઉન્સીલર ચિંતકભાઈ સોલંકીએ આજે ડીએમસીના ઈજનેરો જયદિપ સોલંકી, અને દિપકભાઈ સોલંકી અને કોન્ટ્રાકટરોને બોલાવી અને આ સ્થળનું સરખી રીતે લેવલ કરાવ્યું હતુ.
જેથી વિસર્જન કરવા આવતા ભકતોને કોઈ તકલીફ ન થાય અને સરળતાથી વિસર્જન કરી શકે આ કામમાં દીવ ખારવા સમાજના પટેલ મગનભાઈ સોલંકી અને કૈલાશભાઈ એ પણ સહકાર આપ્યો હતો.