Jai Hind

ઓકટોબરમાં વાવાઝોડું ત્રાટકશે: અંબાલાલ પટેલ

આજથી બે દિવસ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટાછવાયા વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી સમયમાં હવામાનમાં વ્યાપક ફેરફારો જોવા મળશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. તેમના મતે, સપ્ટેમ્બરના મધ્યથી લઈને વર્ષના અંત સુધી રાજ્યમાં વરસાદ અને સંભવિત તીવ્ર ચક્રવાતની શક્યતાઓ છે. આ આગાહી રાજ્યના ખેડૂતો અને નાગરિકો માટે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 17થી 19 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં હવામાન પલટો આવશે. આ સમયગાળામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ર્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના વધુ છે. હવામાન વિભાગ ભલે ઓછા વરસાદની વાત કરતું હોય, પરંતુ અંબાલાલ પટેલના મતે 16 સપ્ટેમ્બરથી જ વાતાવરણમાં ફેરફાર શરૂૂ થઈ જશે. 18 અને 19 સપ્ટેમ્બર દરમિયાન અનરાધાર વરસાદ થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. આ વરસાદ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટોછવાયો અને અનરાધાર સ્વરૂૂપે જોવા મળી શકે છે.
આ ઉપરાંત, સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં પણ હવામાનમાં વધુ એક પલટો આવવાની નામ પૂરતું મર્યાદિત નથી. રાષ્ટ્રીય ગૌરવ સાથે સંકળાયેલા સરકારી પ્રતીકો અને નામોના અયોગ્ય ઉપયોગને પણ ગંભીરતાથી લેવામાં આવશે. કાયદાની જોગવાઈઓનો ભંગ કરનાર ખાનગી સંસ્થા કે સંગઠન સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. છૂટોછવાયો વરસાદ સંભાવના છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 21થી 26 સપ્ટેમ્બર દરમિયાન પણ ગુજરાતના હવામાનમાં ફરી ફેરફાર થઈ શકે છે. સપ્ટેમ્બર મહિનાની આગાહીઓ ઉપરાંત, અંબાલાલ પટેલે ઓક્ટોબરથી ડિસેમ્બર મહિના સુધીના સમયગાળા માટે વાવાઝોડા અને ચક્રવાત અંગે પણ ગંભીર આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે 5 ઓક્ટોબર આસપાસ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં દબાણ સર્જાઈ શકે છે. આ દબાણને કારણે 16 ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના સમયગાળામાં ચક્રવાત બનવાની શક્યતા છે. અંબાલાલ પટેલના મતે, આ વખતે બનનારા ચક્રવાતો સામાન્ય નહીં હોય. તેમની આગાહી સૂચવે છે કે ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે તીવ્ર અને ભારે ચક્રવાતો બનવાની સંભાવના વધુ છે. તેમણે સીવિયર સાયક્લોન બનવાની શક્યતા પણ દર્શાવી છે. વિશેષ રૂૂપે, 18 ઓક્ટોબરથી 15 ડિસેમ્બર સુધીનું જે વાવાઝોડું હશે, તે અત્યંત તીવ્ર ગતિનું અને વિનાશક હોવાની શક્યતા રહેશે. આવા તીવ્ર વાવાઝોડા સમાન પરિસ્થિતિ સર્જાઈ શકે છે, જે દરિયાકાંઠાના વિસ્તારો અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર અસરો પેદા કરી શકે છે.