Jai Hind

બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠના પ્રોજેક્ટ લાઈફ દ્વારા વિદેશ લગ્ન અંગે પરિસંવાદ

250 જેટલા વિદ્યાર્થીઓ-લોકોની ઉપસ્થિતિ
ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન, ગાંધીનગર તથા પ્રોજેકટ ’લાઈફ’, રાજકોટ દ્વારા સંચાલિત એન.આર.જી. સેન્ટર, રાજકોટ દ્વારા હરિવંદના કોલેજ, રાજકોટ ખાતે ’વિદેશમાં વસતા ભારતીયો સાથે લગ્ન અંગે જાગૃતિ પરિસંવાદ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 250 જેટલા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી આ મહત્વપૂર્ણ વિષય અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. વિદેશમાં સ્થાયી થયેલા ભારતીય યુવક-યુવતી સાથે લગ્ન કરવાની ઉતાવળમાં ઘણીવાર પરિવારજનો જરૂૂરી તપાસ અને કાયદાકીય પાસાઓને અવગણી બેસતા હોય છે. વિદેશમાં વસવાટ કરે છે તે માત્ર એક હકારાત્મક પરિબળ માનીને પાત્ર કે તેના પરિવારની પૂરતી તપાસ કર્યા વના લગ્નનો નિર્ણય લેવો યોગ્ય નથી. આવા નિર્ણયો પાછળ રહેલા સંભવિત જોખમો, પડકારો તથા જરૂૂરી સાવચેતી અંગે વિધાર્થીઓ અને યુવાનોમાં જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્ર્યથી આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.પરિસંવાદના મુખ્ય વક્તા તરીકે વરિષ્ઠ એડવોકેટ ડો. ભાવનાબેન જોશીપુરા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદેશમાં લગ્નના સંદર્ભમાં વિવિધ કાયદાકીય જોગવાઈઓ, જરૂૂરી દસ્તાવેજો, પાત્ર તથા તેના પરિવારની પૃષ્ઠભૂમિની ચકાસણી અને નિર્ણય લેતા પૂર્વે રાખવાની આવશ્ર્યક સાવચેતીઓ અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત અને વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતી સમાજ સાથેના સંબંધનું મહત્વ સમજાવતાં વિદેશમાં વસતા ગુજરાતીઓ સાથે જોડાયેલા વિવિધ પાસાઓ અંગે વિદ્યાર્થીઓનું ધ્યાન દોર્યું હતું. તેમણે આવા જાગૃતિપ્રેરક પરિસંવાદોની સામાજિક પ્રાસંગિકતા અને આવશ્ર્યકતા પર પણ પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે હરિવંદના કોલેજના પ્રિન્સિપાલ ડો. અશ્ર્વિન રાઠોડ તથા ડો. માધુરી ભટ્ટ, હેડ- ડિપાર્ટમેન્ટ ઑફ એજ્યુકેશન ઉપસ્થિત રહ્યા હતા. ડો. પૂર્વી સોનેજી, હેડ-ડિપાર્ટમેન્ટ ઑફ લો દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત અને સફળ સંચાલન એન.આર.જી. સેન્ટરના ઇન્ચાર્જ રાજીવકુમાર મિશ્રાએ કર્યું હતું. આ પરિસંવાદ દ્વારા યુવાનોમાં વિદેશમાં વસતા ભારતીયો સાથે લગ્ન અંગે જાગૃત, જવાબદાર અને માહિતીસભર નિર્ણયશક્તિ વિકસાવવાનો એક મહત્વપૂર્ણ અને સમયોચિત પ્રયાસ કરવામાં આવ્યો હતો.