Jai Hind

પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા માછીમાર નો મૃતદેહ આજે મોડીરાત્રે માદરે વતન પહોંચશે

ઉનાના કોબ ગામના બીજલ કરશનભાઈનો મૃતદેહ અમૃતસર બોર્ડરે ફિશરીઝ અધિકારી એ સ્વિકારી લીધો

વહેલી સવારે પ્લેન મારફતે દિલ્હી થી અમદાવાદ આવશે ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે ઉના પહોંચશે

પાકિસ્તાનની જેલમાં બંધ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામના માછીમાર બીજલ કરશન ભાઈનું બીમારીના કારણે કરાચીની હોસ્પિટલમાં તા. 27 ઓગસ્ટના રોજ મોત થયું હોવાના સમાચાર સામે આવતા માછીમાર પરિવારોમાં ચકચાર સાથે શોકની લાગણી ફેલાઈ હતી આ બાબતે સત્તાવાર જાહેરાત કરાયેલ નહીં પરંતુ માછીમાર નો મૃતદેહ ભારત સરકાર ને સોંપતા મોરબી ફિશરીઝ અધિકારી મહેશભાઈ દાફડા અને આસિસ્ટન્ટ કે.એચ.ચારણ મૃતદેહ લેવા અમૃતસર બોર્ડરે ગયાં હતાં અને વહેલી સવારે ઉના ના પાલડી ગામ ના બીજલભાઈ કરશનભાઈ નો મૃતદેહ સત્તાવાર સંભાળી લીધો છે આજે વ્હેલી સવારે 8/00 વાગ્યે દિલ્હી થી પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી કોબ ગામે એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ મોડીરાત્રે બીજલભાઈ કરશનભાઈ ના પરીવારજનો ને સોંપવામાં આવશે તેવી સતાવાર વિગતો ફિશરીઝ વિભાગ અધિક્ષક મહેશભાઈ દાફડા એ મીડીયા ને આપી હતી
મળતી માહિતી મુજબ પાકિસ્તાનની જેલમાં રહેલા બીજલ કરશનભાઈના પુત્ર અશ્વિનભાઈએ તેમનાપિતા નું બીમારીના કારણે અવસાન થયું હોવાનો લેટર તથા વોઈસ ક્લિપ પરિવારજનોસુધીમોકલ્યાહોવાનુજાણવા મળ્યું હતું. આ માહિતી મળતા જ કોબ ગામ માં રહેતા પરિવારજનો અને સગાંસંબંધીઓ બીજલભાઈના ઘરે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સમગ્ર પરિવાર માં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
બીજલ કરશનભાઈને બ્લડપ્રેશર અને ડાયાબિટીસ ની બીમારી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. તેમના ચારેય પુત્રો ભરતભાઈ, અશ્વિનભાઈ, માનસિંગભાઈ અને ભાવેશભાઈ માછીમારીના વ્યવસાયસાથે જોડાયેલા છે.અશ્વિનભાઈહાલ પાકિસ્તાનની જેલમાં હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું છે. પરિવારજનોને મળેલી માહિતી મુજબ બીજલભાઈનું કરાચીની હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન અવસાન થયું હતું તેમનો મૃતદેહ કરાચી ખાતે રાખવામાં આવ્યો હતો બીજલભાઈના મૃત્યુ અંગે ભારતીય તંત્ર તરફથી સત્તાવાર પુષ્ટિ કરવા માં આવી ન હતી પરંતુ તેમનો મૃતદેહ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થતાં સતાવાર રીતે મૃતદેહ સંભાળી ઉના ના કોબ ગામે લાવવા તજવીજ હાથ ધરાયેલ છે

ફિશરીઝ તંત્ર એ સતાવાર જાહેરાત કરી છે

આ અંગે અમારા પ્રતિનિધિએ ફિશરીઝવિભાગ ના અધિકારી મહેશભાઈ દાફડા નો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે બીજલ કરશનભાઈનો મૃતદેહ સંભાળી લીધો છે અને વહેલી સવારે પ્લેન મારફતે અમદાવાદ આવી જશે ત્યાં થી એમ્બ્યુલન્સ મારફતે ઉના ના કોબ ગામે સાંજે પહોચી જશે મૃતકના પરિવારજનોને પાકિસ્તાનમાંથી મળેલા સંદેશો સાચો નિકળતાં આખરે બીજ ભાઈ સોલંકી નો મૃતદેહ તેમના માદરે વતન પહોંચશે