ભૂપેન્દ્ર પટેલનો માર્ગ-મકાન વિભાગના કામોન્ો ગતિ આપવાનો મહત્વપ્ાૂર્ણ નિર્ણય

ટેન્ડર મંજૂરી પ્રક્રિયા મહત્તમ ૫૧ થી ૬૬ દિૃવસમાં પ્ાૂર્ણ કરવા મુખ્યમંત્રીનો આદૃેશ

ટેન્ડરની માન્યતાનો ગાળો ૧૨૦ દિૃવસથી ઘટાડી ૯૦ દિૃવસનો કરાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ અને બાંધકામના કામો વધુ ઝડપી બને અને વહીવટી પ્રક્રિયામાં બિનજરૂરી વિલંબ ન થાય તે હેતુથી ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા માટે વિવિધ કક્ષાએ મહત્તમ સમયમર્યાદૃા નક્કી કરતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પ્રવર્તમાન વ્યવસ્થામાં ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સામાન્ય રીતે ૧૨૦ દિૃવસનો સમયગાળો ધ્યાને લેવાતો હતો. મુખ્યમંત્રીએ કામો ઝડપથી શરૂ થાય તે સુનિશ્ર્ચિત કરવા હવે કડક સમયમર્યાદૃા લાગુ કરી છે.
તદૃનુસાર,જે કામોમાં પુર્વ પાત્રતાની જોગવાઇ નથી એવ્વાં સિવાયના ટેન્ડરો માટે( જ્યાં માત્ર ફાયનાન્સીયલ બીડ હોય ) : ક્ષેત્રીય કચેરીથી લઈને સચિવાલય અને નાણા વિભાગ સુધીની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ ૫૧ દિૃવસમાં પૂર્ણ કરવાની રહેશે.
કામમાં ઇજારદૃારોની પુર્વ પાત્રતાની ની જોગવાઈ ધરાવતા ટેન્ડરો માટે( જ્યાં ટેક્નીકલ અને ફાઇનાન્સિયલ બીડ બે બીડ હોય તેવા ટેન્ડર) : તમામ સ્તરે ચકાસણી સાથેની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ ૬૬ દિૃવસમાં પૂર્ણ કરવાની રહેશે, ટેન્ડરની વેલિડિટીનો પ્રવર્તમાન ૧૨૦ દિૃવસનો ગાળો ઘટાડીને ૯૦ દિૃવસ કરવામાં આવ્યો છે. વાટાઘાટો અનિવાર્ય બને તો તે એક જ સ્તરે (સક્ષમ સત્તાધિકારી કક્ષાએ) પૂર્ણ કરવાની રહેશે; એકથી વધુ સ્તરે વાટાઘાટો કરી શકાશે નહીં.
જો નિર્ધારિત સમયમર્યાદૃામાં દૃરખાસ્તનો નિકાલ નહી થાય તો સંબંધિત કક્ષાએ વિલંબના કારણોની નોંધ લઇને જે તે અધિકારીની જવાબદૃારી નિર્ધારિત કરવામાં આવશે. અધૂરી દૃરખાસ્તો ને કારણે થયેલ વિલંબની સંપૂર્ણ જવાબદૃારી જે-તે રજૂ કરનાર કક્ષાની રહેશે તેમ પણ નિયત કરવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ