Jai Hind

સિક્કા નગરપાલિકાના બે કર્મચારી સામે લાંચની માંગણી કરવા અંગે 4 વર્ષ બાદ ગુનો નોંધાયો

માર્ચ-22માં છટક્ુ નિષ્ફળ ગયું હતું : એક આરોપી કર્મચારી નિવૃત થયો છે

જામનગર તાલુકા ની સિક્કા નગરપાલિકા ના બે કર્મચારીએ ચાર વર્ષ પહેલા લાંચ ની રકમ ની માંગણી કરી હતી. જે અંગે લાંચ રિશ્વત વિરોધી શાખા દ્વારા ગોઠવાયેલ છટકુ નિષ્ફળ ગયું હતું. જે અંગે ચાર વર્ષ પછી લાંચ ની માંગણી કરવા અંગે ની ફરિયાદ નોંધાવાઇ છે .
આ બનાવ અંગે ફરીયાદી સરકાર તરફે એ.આર.ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન, જામનગર દ્વારા પોલીસમાં ફરીયાદ નોંધાવાઇ છે. જેમાં આરોપી અતુલકુમાર રમણીકલાલ પંડયા, ઉ.વ.59, ( હોદો-સીનીયર કલાર્ક કમ ટેક્ષ ઇન્સ્પેકટર, ટેક્ષ શાખા, સીકકા નગરપાલીકા, વર્ગ-3,(હાલ-નીવૃત) રહે.બ્લોક નં.બી-37, ગાંધીનગર સોસાયટી, રેલ્વેસ્ટેશન બાજુમાં, જામનગર) તથા બીજો આરોપી નીલેશકુમાર ભુદરદાસ મેસવાણીયા, (, હોદો-કોમ્પ્યુટર ઓપરેટર કમ કલાર્ક (કરાર આધારીત), ટેક્ષ શાખા, સીકકા નગરપાલીકા, રહે.પંચવટી કોલોની, કે.કે.કોમ્પલેક્ષ પાછળ, સરકારી હોસ્પીટલની બાજુમાં, સીકકા, તા.જી. જામનગર ) સામે આ ફરિયાદ નોંધાવવામા આવી છે ગત તારીખ તા.07/03/2022 તથા તા.08/03/2022 ના ના રોજ છટકુ ગોઠવવામાં આવ્યું હતું જે નિષ્ફળ ગયું હતું . આ બનાવ અંગે ગઈકાલે ગુનો નોંધવામાં આવ્યો છે .
આ કામે સાહેદ(નિષ્ફળ છટકા ના ફરીયાદી)એ સિક્કા, તા.જી.જામનગર ખાતે વર્ષ-2018માં મકાન ખરીદ કરેલ હોય જે મકાનનો ટેક્સ ભરી મકાનના દસ્તાવેજમાં પોતાની પત્નિ તથા પોતાનુ નામ ટ્રાન્સફર કરાવવાનુ હોય જે નામ ટ્રાન્સફર કરી આપી એન.ઓ.સી આપવા સિક્કા નગરપાલીકાના આક્ષેપીત બંને કર્મચારીએ રૂા.1,000 ની લાંચ ની માંગણી કરેલ તેમજ તા.07/03/2022 તથા તા.08/03/2022 ના રોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપી તથા સાહેદ (નિષ્ફળ છટકાના ફરીયાદી)ને સાથે તેઓના મકાનના દસ્તાવેજમાં નામ ટ્રાન્સફર કરાવવા બાબતેની લાંચનું છટકુ નિષ્ફળ રહેતા ખુલ્લી તપાસના અંતે આ કામના બંને આરોપીએ પોતાના અંગત ફાયદા માટે પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરઉપયોગ કરી બન્ને આક્ષેપીતોએ એકબીજાને મદદગારી કરી સાહેદ(નિષ્ફળ છટકાના ફરીયાદી) પાસેથી રૂા.1,000 નો અનુચીત લાભ મેળવવા લાંચની માંગણી કરી ગુન્હો કર્યા હતો જે બાબતનો ગુનો ગઈકાલે નોંધાયો છે