પીએમ રિપોર્ટમાં યુવાનનું મોત હાર્ટએટેકથી થયાનું ખુલ્યું
દીવના કારમાંથી જેતપુરના યુવાનનો હોટેલના પાર્કિંગમાં મૃતદેહ મળતા ચકચાર મચી છે. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ કારને તપાસી અને મૃતદેહને સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. પીએમ રિર્પોટમાં યુવાનનું મોત હાર્ટએટેકથી થયાનું સામે આવ્યું છે. દીવ બંદરચોકમાં જેટીની સામે રીલેક્ષ ઈન હોટેલના પાર્કિંગમાં એક ફોર વ્હીલર ગાડી બપોરના બાર વાગ્યે પાર્ક થઈ ત્યારબાદ રાત્રીના નવ વાગ્યે સીક્યુરીટીને શંકા જતા હોટેલના મેનેજરે પોલીસને જાણ કરી પોલીસ ઘટના સ્થળે આવી અને ફોર વ્હીલર ગાડીનો કાચ તોડી અને મૃતદેહને બહાર કાઢ્યો અને સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે હોટેલમાં સીસીટીવી ચેક કર્યા કે આ ગાડી ક્યારે આપી અને ગાડીમાં કોન કોન હતું. ત્યારબાદ મૃતકના ખીસ્સામાંથી આધારકાર્ડ મળી આવ્યું જેમાં આ યુવાન સરધારા નિતાંતભાઈ રમેશકુમાર ઉ.વ.35 રહે. જેતપુરનો છે. દીવ પોલીસે તેના પરિવારને જાણ કરી હતી.
સવારે સાત વાગ્યે પીએમ કરતા પીએમ રીપોર્ટમાં હાર્ટએેટેકથી નિધન થયું છે તેવું પોલીસ વિભાગે જણાવ્યું હતું. યુવાનનો પરિવારને તેનો મૃતદેહ સોપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.