Jai Hind

ટ્રાઈ દ્વારા ગુજરાત એલએસએમાં ગાંધીધામથી સંતલપુર નેશનલ હાઇવે (NH-27) પર મોબાઇલ નેટવર્ક ક્વોલિટીનું મૂલ્યાંકન

સામાન્ય ટેલિકોમ ગ્રાહકોની માહિતી માટે, ટ્રાઈ દ્વારા જુલાઈ 2026 દરમિયાન ગુજરાત એલએસએમાં ગાંધીધામથી સંતલપુર નેશનલ હાઇવે (ગઇં-27) પર હાથ ધરવામાં આવેલા ઇન્ડિપેન્ડન્ટ ડ્રાઇવ ટેસ્ટ (આઈડીટી) ના તારણો જાહેર કરવામાં આવ્યા છે. આ ડ્રાઇવ ટેસ્ટનો હેતુ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (TSP) દ્વારા પૂરી પાડવામાં આવતી મોબાઇલ નેટવર્ક સેવાઓ (વોઇસ અને ડેટા બંને)ની રિયલ-ટાઇમ ક્વોલિટીનું મૂલ્યાંકન અને ચકાસણી કરવાનો છે. આઈડીટી દરમિયાન, ટ્રાઈ કવરેજ, કોલ ડ્રોપ રેટ (ઈઉછ), કોલ સેટઅપ સક્સેસ રેટ (ઈજજછ), ડેટા ડાઉનલોડ (ઉક) અને અપલોડ (ઞક) થ્રુપુટ વગેરે જેવા મુખ્ય ક્વોલિટી ઑફ સર્વિસ (ચજ્ઞજ) પરિમાણો માટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ ના પ્રદર્શનનું મૂલ્યાંકન કરે છે. ત્યારબાદ આ પરિણામો ગ્રાહકોને માહિતી પૂરી પાડવા અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ ને તેમની સેવાઓમાં સુધારો કરવા પ્રોત્સાહિત કરવા માટે પ્રકાશિત કરવામાં આવે છે.
આ આઈડીટી શહેરો, હોટસ્પોટ્સ, જાહેર પરિવહન કેન્દ્રો વગેરે જેવા વિવિધ ઉપયોગના વાતાવરણમાં તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ ના વાસ્તવિક સ્થળ પરના મોબાઇલ નેટવર્ક પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રકારના ડ્રાઇવ ટેસ્ટિંગમાં તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ ના સિમ કાર્ડનો ઉપયોગ કરીને 2ૠ, 3ૠ, 4ૠ અને 5ૠ નેટવર્ક પર લાઇવ ડેટા અને વોઇસ સેશન્સ સ્થાપિત કરવામાં આવે છે. આ માટે અનેક અદ્યતન ટેસ્ટ હેન્ડસેટ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને અદ્યતન સોફ્ટવેર સિસ્ટમ્સની મદદથી આ સેશન્સનું રિયલ-ટાઇમ મોનિટરિંગ અને વિશ્લેષણ કરવામાં આવે છે.