રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં એસએનજી ટ્રેેનને આપશે લીલીઝંડી

ડબલ્યુએજી-12 લોકો મોટિવ મેન્ટેનન્સ શેડ પણ દેશને અર્પણ કરવામાં આવશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન પશ્ર્ચિમ રેલવેના વિવિધ મહત્વપૂર્ણ કાર્યોના લોકાર્પણ અને સમર્પણ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે.દેશની પ્રથમ કગૠ ટ્રેનને લીલી ઝંડી આપશે આ ઉપરાંત તેઓ ઠઅૠ-12 લોકોમોટિવ મેન્ટેનન્સ શેડને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. અમિત શાહના પ્રવાસ દરમિયાન પશ્ર્ચિમ રેલવેના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ પણ કરવામાં આવશે. કગૠ ટ્રેનના સંચાલનને રેલવે ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યું છે. કગૠનો ઉપયોગ પરંપરાગત ઇંધણની સરખામણીએ પરિવહન ક્ષેત્રમાં વૈકલ્પિક ઇંધણ તરીકે કરવામાં આવે છે. આ ઉપરાંત ઠઅૠ-12 લોકોમોટિવ મેન્ટેનન્સ શેડ રેલવેના ભારે માલવાહક લોકોમોટિવ્સની જાળવણી માટે મહત્વપૂર્ણ સુવિધા બનશે. અમિત શાહના હસ્તે આ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ