વર્ષ-૨૦૩૦ સુધીમાં રેલવે ડિઝલ વપરાશ શૂન્ય કરી હુંડિયામણ બચાવશે
ભારતીય રેલવે દ્વારા સલામતી, કાર્યક્ષમતા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે સાબરમતી ખાતે રૂ. ૧,૫૪૨ કરોડથી વધુના વિવિધ અત્યંત મહત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને પ્રસ્થાન સંપન્ન કરવામાં આવ્યું છે.
અમિત શાહે રેલવેના વિવિધ લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે આજે આપણે આત્મબળ અને સત્યના પ્રયોગોની ભૂમિ એવી સાબરમતીની ધરતી પર ઊભા છીએ, જ્યાં મહાત્મા ગાંધીએ આશ્રમ સ્થાપીને દૃેશની આઝાદૃીના આંદૃોલનનું કેન્દ્ર બનાવ્યું હતું. બાપુએ આ ધરતી પર જ સત્યાગ્રહ, સાદૃું જીવન, ગ્રામીણ વિકાસ, ખાદૃીના પ્રયોગો કર્યા હતા. બાપુની આ ભૂમિને વંદૃન છે.”
સાબરમતી રેલવે સ્ટેશનના બદૃલાયેલા સ્વરૂપ અંગે ભૂતકાળનાં સંસ્મરણો વાગોળતા તેમણે કહૃાું કે, “હું અગાઉ ઘણી વખત દિૃલ્હીથી આવતી વખતે સાબરમતી રેલવે સ્ટેશને ઊતર્યો છું… કોઈ માની જ ન શકે કે ૮૦ના દૃાયકામાં રિક્ષા પકડવા માટે ૨ કિલોમીટર ચાલીને જવું પડતું હતું, તે જ આ સાબરમતી સ્ટેશનનો કોઈ માની ન શકે તેવો કાયાકલ્પ થયો છે. સાબરમતી સ્ટેશન પર રેલવે યાત્રીઓની સુવિધા, સુરક્ષા અને કનેક્ટિવિટીની ષ્ટિએ અનેક પરિવર્તનો થયાં છે. અહીંથી મેટ્રો રેલ, બસ સ્ટેશન અને બુલેટ ટ્રેનના સ્ટેશન સુધી પહોંચવાની સુવિધા વિકસી છે. પશ્ર્ચિમ અમદૃાવાદૃના લોકોને શુભેચ્છાઓ પાઠવું છું, એવું તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદૃીના રાષ્ટ્રસેવા અને જનકલ્યાણનાં ૨૫ વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે દૃેશભરમાં ’સેવા સંકલ્પ અભિયાન’ ચાલી રહૃાું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે દૃેશની પ્રથમ ન્દ્ગય્ સંચાલિત ટ્રેનની શરૂઆત પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પશ્ર્ચિમ રેલવે અને અમદૃાવાદૃ ડિવિઝન માટે આ ગૌરવપૂર્ણ અવસર છે. ક્લીન અને ગ્રીન એનર્જી તરફ આ પહેલ એક મોટું કદૃમ સાબિત થશે, જે ઈંધણ ખર્ચ ઘટાડવાની સાથે કાર્બન ઉત્સર્જન નિયંત્રિત કરવામાં મદૃદૃરૂપ બનશે. સરકાર ‘ઇકોનોમી અને ઇકોલોજી બંનેને સાથે લઈને ચાલી રહી છે.
