દીવમાં દુર્ઘટના સર્જનાર કાર ચાલકને પોલીસની વીઆઈપી ટ્રીટમેન્ટ

રેસ્ટોરન્ટમાં નાસ્તો કરતા પોલીસ-આરોપીનો વીડિયો વાઈરલ

દીવમાં ગણેશ વિસર્જનની યાત્રામાં ઉપલેટાના નશાખોર કાર ચાલકે બેફામ કાર ચલાવી 12 લોકોને હડફેટે લઈ ઈજા પહોંચાડી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે બીજી તરફ પોલીસ દ્વારા દૂર્ધટના સર્જનાર કાર ચાલકને વીઆઈપી ટ્રીટમેન્ટ અપાઈ રહી હોય તેવું સામે આવ્યું છે. પોલીસ અને આરોપી રેસ્ટોરન્ટમાં નાસતો કરતા હોય તેવા વીડિયો વાઈરલ થતા નગરજનોમાં રોષ ભભૂક્યો છે.
બે દિવસ પહેલા શુક્રવારે રાત્રીના જે દૂર્ઘટના થઈ જેમાં કાર ચાલકે મહિલા તથા નાના-બાળકોને કચડી નાખ્યા અને ઘાયલ કર્યા. આ બનાવથી કાર ચાલક એભાભાઈ ઉપર ફીટકાર વરસી રહ્યો છે. એવામાં પોલીસ કર્મીઓ સાથે આ ડ્રાઈવર એભાભાઈ ચાવડા એક રેસ્ટોરન્ટમાં ખુલ્લેઆમ નાસ્તો કરી રહ્યો છે. આ નાસ્તો કરતા પોલીસ અને આરોપીનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.
આ વીડિયો વાઈરલ થતા ઘાયલ પરિવારજનો, શ્રદ્ધાળુઓ, ગામજનો અને સમગ્ર દીવ જીલ્લાની જનતાને મોટી ઠેસ પહોંચી છે. અને જનતાની લાગણીનું પણ હનન થયું છે. પોલીસ કર્મીઓએ આવા આરોપીઓ ઉપર આરોપી જેવું જ વર્તન વિશ્ર્વાસ જીતી શકાય. આ બાળકને પ્રશાસક પ્રફુલ પટેલ ગંભીરતાથી લેશે તેવી જનતામાં માંગ ઉઠી છે.

રિલેટેડ ન્યૂઝ