Jai Hind

અમદાવાદની સોલર EPC કંપની ડિઓન એનર્જીએ IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ સ્થિતિ સોલાર ઊઙઈ કંપની ડિઓન એનર્જી લિમિટેડે પ્રસ્તાવિત ઈંઙઘ (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) માટે સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (જઊઇઈં)માં એનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (ઉછઇંઙ)ફાઇલ કર્યું છે.
આ સૂચિત ઓફરમાં 72 લાખ ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર શેરધારકો દ્વારા મહત્તમ 20 લાખ ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે. ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનારું ચોખ્ખું ફંડ રૂા.95.80 કરોડનો ઉપયોગ ગુજરાતમાં જૂનાગઢ, સુરેન્દ્રનગર અને કચ્છમાં છ ઓળખ કરાયેલી સાઇટ પર સ્વતંત્ર વીજ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કરવા મૂડીગત ખર્ચની જરૂરિયાતોને ફંડ પૂરંળ પાડવાનો છે. ઉપરાંત રૂા.75 કરોડની ચોખ્ખી આવકનો ઉપયોગ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે થશે તેમજ બાકીની રકમનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ કામગીરીઓ માટે થશે.
31 ઓગસ્ટ, 2026 સુધી કંપનીના 28 ગ્રાહકો માટે 34 ઊઙઈ પ્રોજેક્ટની કામગીરી ચાલુ છે, જે 198.97 ખઠ ઉઈની ક્ષમતા અને ઊઙઈ ઓર્ડર બુકની બાકી નીકળતી રકમ રૂા.527.43 કરોડ છે. કંપનીની ઘખ ઓર્ડર બુકમાં 60 પ્રોજેક્ટ સામેલ છે, જેનું બાકી નીકળતું મૂલ્ય રૂા.4.71 કરોડ છે અને ક્ષમતા 205.95 ખઠ ઉઈ છે.