સંપત્તિ-વારસાઈમાં હવે મહિલાઓન્ો સમાન હક્ક
લગ્ન-લીવ ઇન નોંધણી ફરજીયાત:બહુપત્નીત્વનો અંત:એસટી સમુદૃાયન્ો મુક્તિ:ગ્ોઝેટમાં પ્રસિધ્ધિ
ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરવામાં આવેલા સમાન નાગરિક સંહિતા (ેંઝ્રઝ્ર) વિધેયકને રાષ્ટ્રપતિ તરફથી મંજૂરી મળી ગઈ છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં જ રાજ્ય સરકાર દ્વારા આ અંગેનું ગેજેટ પ્રસિદ્ધ કરી દૃેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભામાં ૨૪ માર્ચ ૨૦૨૬ના રોજ આ મહત્વકાંક્ષી ેંઝ્રઝ્ર વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. આ નવા કાયદૃા હેઠળ રાજ્યમાં લગ્ન અને છૂટાછેડા માટે સમાન કાયદૃાકીય જોગવાઈઓ અમલી બનશે, જ્યારે આદિૃવાસી સમુદૃાયને આ કાયદૃામાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ કાયદૃાથી સંપત્તિ અને ઉત્તરાધિકારના અધિકારોમાં મહિલાઓને પુરુષો સમાન હક મળશે. મિલકતમાં પુત્ર અને પુત્રી બંનેને સમાન વારસાગત અધિકાર આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, રાજ્યમાં લિવ-ઇન રિલેશનશિપ માટે નોંધણી કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને લિવ-ઇન સંબંધોથી જન્મેલા બાળકોને પણ પિતાની મિલકતમાં કાયદૃાકીય હક પ્રાપ્ત થશે.
૨૪ માર્ચ ૨૦૨૬ ના રોજ ગુજરાત વિધાનસભામાં ેંઝ્રઝ્ર બિલ ૨૦૨૬ પસાર થયું હતું. ઉત્તરાખંડ બાદૃ ગુજરાત સમાન નાગરિક સંહિતા બિલ પસાર કરનારું દૃેશનું બીજું રાજ્ય બની ગયું હતું. જોકે, તે સમયે વિપક્ષ કોંગ્રેસે આ બિલનો સખત વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે બિલના પ્રથમ વાંચન બાદૃ તેને વધુ વિચારણા માટે પ્રવર સમિતિ ને મોકલવાની માંગણી કરી હતી. પરંતુ, આ માંગણીનો અસ્વીકાર થતાં ગૃહમાં હાજર કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું. બિલ પસાર થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં નિવેદૃન આપતા જણાવ્યું હતું કે આ કાયદૃો રાજ્યની દૃીકરીઓ અને મહિલાઓના રક્ષણ માટે અત્યંત જરૂરી છે અને આ દિૃવસ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.
ેંઝ્રઝ્ર વિધેયક પરની ચર્ચાના અંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યંત ભાવનાત્મક રીતે ગૃહને સંબોધ્યું હતું. તેમણે કહૃાું હતું કે, “મને બધા દૃાદૃા-દૃાદૃા કહીને બોલાવે છે. ત્યારે મારા રાજ્યની તમામ દૃીકરીઓ, બહેનો અને માતાઓની કાળજી રાખવી એ મારી નૈતિક ફરજ છે. તમામ દૃીકરીઓ અને માતાઓના રક્ષણ માટે મારે કાયદૃાનો ડંડો ઉગામવો જ પડે, અને મેં એ જ કર્યું.” તેમણે સ્પષ્ટ કર્યું કે આ બિલ તુષ્ટિકરણની રાજનીતિ માટે નથી, પરંતુ સમાજમાં સમાનતા લાવવા માટે છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાત સમાન અધિકાર સંહિતાનો ઉદ્દેશ્ય કોઈના અધિકારો છીનવવાનો કે કોઈની ધાર્મિક સ્વતંત્રતા પર તરાપ મારવાનો જરાય નથી. આ કાયદૃો માત્ર કાનૂની ભેદૃભાવ દૃૂર કરવા માટે છે. તેમણે સ્પષ્ટતા કરી કે આ બિલ કોઈ પણ રીતે બંધારણની વિરુદ્ધ નથી, પરંતુ તે બંધારણનું પૂરક છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી કે આ બિલ લિવ-ઈન રિલેશનશિપને પ્રોત્સાહિત કરતું નથી, પરંતુ બદૃલાતા સમયમાં ’શ્રદ્ધા વાલકર’ જેવી ભયાનક ઘટનાઓથી દૃીકરીઓને બચાવવા માટે લિવ-ઈનનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ કાનૂની સુરક્ષા માટે છે. એવી જ રીતે, લગ્નની નોંધણી પણ ફરજિયાત કરવામાં આવી છે, જેથી ઓળખ છુપાવીને કે છેતરિંપડી કરીને લગ્ન કરનારાઓ પર લગામ કસી શકાય.