ઉના બાયપાસ રોડ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત; એક યુવક ઈંઈઞમાં, બેને સામાન્ય ઇજા; ગુંદાળાના 30 વર્ષીય ક્રિપાલ ડાભીના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું
ઉના શહેરના બાયપાસ રોડ પર મોડી રાત્રે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા ગોંડલ તાલુકાના એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બોલેરો કારમાં સવાર અન્ય ત્રણ યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. દીવથી પરત ફરી રહેલી બોલેરો કાર પૂરપાટ ઝડપે પથ્થર ભરેલા ટ્રેક્ટર પાછળ ઘૂસી જતાંઅકસ્માત સર્જાયો હતો કારનો આગળનો ભાગ ભયાનક રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના ગુંદાળા ગામના ચાર યુવાનો કામ અર્થે ગીર સોમનાથ જિલ્લાનાઈણાજ ખાતે આવ્યા હતા. કામ પૂર્ણ કર્યા બાદ તેઓ દીવ ગયા હતા અને ત્યાંથી પરત ગુંદાળા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ઉના-ભાવનગર બાયપાસ રોડ પર તેમની બોલેરો કાર પથ્થર ભરેલા ટ્રેક્ટરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતના પગલે કારમાં સવાર ચારેય યુવકોને ગંભીર અસર થઈ હતી.
અકસ્મતમાં બોલેરો કાર ચલાવી રહેલા ગુંદાળા ગામના 30 વર્ષીય ક્રિપાલ જયંતિભાઈ ડાભીને ગંભીરઇજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે તેમને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં સ્થાનિકો તેમજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
અકાળે થયેલા મોતથી ગુંદાળા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયોહતો. ક્રિપાલ ડાભી ગુંદાળા ગામના સરપંચ ગોરધન ડાભીના ભત્રીજા થતા હોવાથી બનાવની જાણ થતાં તેઓ પણ ઉના સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
બોલેરો કારમાં સવાર અન્ય ત્રણ યુવકો પૈકી જીગ્નેશ પરબતભાઈ મકવાણાને ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ઈંઈઞમાં તેમની સારવાર ચાલી રહી છે. જ્યારે કુલદીપ કિશોરભાઈ ગણાત્રા અને મનસુખ છગનભાઈ ઉમરખાણિયાને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાથી તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.હોસ્પિટલમાંસારવારલઈરહેલાજીગ્નેશ મકવાણા એ પ્રાથમિક માહિતી આપતાં જણાવ્યું હતું કે, ચારેય યુવાનો કામ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા અને દીવ થી ઉના તરફ આવતા સમયે આ અકસ્માત સર્જાયો હતો.
અકસ્મતની જાણ થતાં ઉના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતક ક્રિપાલ ડાભીના મૃતદેહને ઉના સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી.ચારેય યુવાનો દીવથી પરત આવી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હોવાથી પોલીસે મૃતકના બ્લડ સેમ્પલ પણ લીધા છે. અકસ્માત સમયે તેમણે દારૂનું સેવન કર્યું હતું કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે આ અંગેનો અંતિમ ખુલાસો પોલીસ તપાસ અને રિપોર્ટ બાદ જ થશે.આ બનાવ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે અને કયા સંજોગોમાં સર્જાયો, બોલેરો કારની ઝડપ કેટલી હતી તથા ટ્રેક્ટર રોડ પર કઈ સ્થિતિમાં ચાલી રહ્યું હતું સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. આ સમગ્ર બનાવની વધુ તપાસ એચ.પી. સરવૈયા દ્વારા કરવામાં આવી રહી છે.
બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
ક્રિપાલ ડાભીના અકાળે થયેલા મોતથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. માત્ર 30 વર્ષની ઉંમરે જીવ ગુમાવનાર ક્રિપાલ પોતાના પરિવારનો એકનો એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે. તેમની પાછળ એક દીકરો અને એક દીકરી એમ બે સંતાન છે. પિતાના અચાનક મોતથી બંને માસૂમ બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવી છે.ક્રિપાલના મોતના સમાચાર ગુંદાળા ગામમાં પહોંચતા જ શોકની લાગણી પ્રસરી ગઈ હતી. પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતુ.