Jai Hind

વિવિધ લોકલક્ષી યોજનાઓના માધ્યમથી નાગરિકોના વિકાસ માટે સરકાર હંમેશા તૈયાર

મુખ્યમંત્રીએ ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત મલ્ટીમીડિયા પ્રદૃર્શનની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદૃાવાદૃના પં. દૃીનદૃયાળ ઑડિટોરિયમ ખાતે માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આયોજિત ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત વિષયક વિશેષ મલ્ટિમીડિયા પ્રદૃર્શનની મુલાકાત લીધી હતી.
આ પ્રદૃર્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની ગુજરાતથી શરૂ થયેલી ૨૫ વર્ષની જનસેવા, નેતૃત્વ અને વિકાસયાત્રાની ઝાંખી વિવિધ પેનલ, પોસ્ટર્સ અને શ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિઓના માધ્યમથી રજૂ કરવામાં આવી છે, જેને મુખ્યમંત્રીએ નિહાળી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ પ્રદૃર્શનની મુલાકાતે આવેલાં નાગરિકો સાથે સહજ સંવાદૃ પણ કર્યો હતો.
તેમણે કહૃાું કે વિવિધ લોકલક્ષી યોજનાઓના માધ્યમથી તમામ નાગરિકોના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદૃીનાં જનસેવા, સાધના અને સુશાસનનાં ૨૫ વર્ષના ઉપક્રમે ‘સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમો અને આયોજનો હાથ ધરવામાં આવી રહૃાા છે. જે અંતર્ગત, રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા શ્રી નરેન્દ્રભાઈ મોદૃીની આ વિકાસયાત્રાની ઝાંખી આ પ્રદૃર્શનમાં રજૂ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ પ્રદૃર્શનના વિવિધ વિભાગોની મુલાકાત લઈ રજૂ કરવામાં આવેલી વિકાસલક્ષી કામગીરીની માહિતી મેળવી હતી તેમજ સમગ્ર આયોજનની સરાહના કરી હતી.