Jai Hind

નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ અને અમદૃાવાદૃની ૧૦ શાળાઓને બોંબથી ઉડાવી દૃેવાની ઇ-મેઇલ દ્વારા ધમકી

શહેરની ૧૦ શાળાઓન્ો બોમ્બથી ઉડાવવાનો મેઇલ મળ્યો હતો. બોમ્બ થ્રેટના ઇ-મેઇલની જાણ થતા જ બોમ્બ સ્કવોર્ડ, ફાયર વિભાગ, પોલીસ અન્ો ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ પણ સ્કૂલો પર પહોંચી હતી. જે બાદૃ સ્કૂલોએ વાલીઓન્ો તાત્કાલિક બાળકોન્ો ઘરે લઇ જવા સ્ાૂચના આપી દૃીધી હતી. જેના કારણે વાલીઓમાં દૃોડધામ મચી હતી. આ ધમકી બાદૃ શાળાઓએ વિદ્યાર્થીઓન્ો વહેલા છોડી દૃીધા હતા.
જાણવા મળતી માહિતી મુજબ ‘અમદૃાવાદૃ ગુજરાત બોલેગા ખાલિસ્તાન િંઝદૃાબાદૃ લખીન્ો મેઇલ કરાયો હતો. ત્ોમાં ગુજરાતની સ્કૂલન્ો ૧૧:૧૧એ ઉડાવવાની ધમકી આપવામાં આવી છે, તા.૨૧ નવેમ્બરે નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ અને ૧ નવે.એ જેએલએન સ્ટેડિયમ દિૃલ્હી કે જ્યાં દિૃલજીત દૃોસાંઝના કોન્સર્ટનો ઉલ્લેખ કરીન્ો પણ ધમકી આપવામાં આવી હતી.
શહેરના દૃાણાપીઠ વિસ્તારમાં આવેલી એએમસીની ઓફિસન્ો બપોરે ૧:૧૧ વાગ્યે બોમ્બથી ઉડાવી દૃેવાની ધમકી આપી હતી આ ધમકીના પગલે પોલીસ, બોંબ અને ડોગસ્કવોડ ત્ોમજ અમદૃાવાદૃ ફાયર બ્રિગ્ોડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જ્યારે કોર્પો.ની સિક્યુરિટી ઓફિસ દ્વારા તમામ લોકોનું ચેિંકગ કરવાનો આદૃેશ આપવામાં આવ્યો હતો. આ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપ્ો કચેરીએ આવતા તમામ મુલાકાતીઓની તપાસ કરવામાં આવી હતી.
જેઓને ઇ-મેઇલ દ્વારા ધમકી મળી હતી ત્ોમાં ઝાયડસ સ્કૂલ (વેજલપુર), બોડકદૃેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન સ્ોટેલાઇટ), એસજીવીપી સ્કૂલ (છારોડી), સંત કબીર સ્કૂલ (નવરંગપુરા), એશિયા સ્કૂલ (થલત્ોજ), એચ.બી કાપડિયા સ્કૂલ (મેમનગર), મહાત્મા ગાંધી ઇન્ટરન્ોશનલ સ્કૂલ (મીઠાખળી) દિૃલ્હી પલ્બિક સ્કૂલ (બોપલ)નો સમાવેશ થતો હતો.
ડીઇઓએ જણાવ્યું હતું કે, તમામ સ્કૂલન્ો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવ્યું સ્કૂલમાં પ્ોનિક ન ફેલાય ત્ો રીત્ો વિદ્યાર્થીઓન્ો બહાર કાઢીન્ો વાલીઓન્ો સોંપવા સ્ાૂચના આપવામાં આવી છે.
જો કે, બોમ્બની ધમકી મળી હતી ત્ો સ્થળોએ સ્ાૂરક્ષા એજન્સીઓ, ડોગ-બોમ્બ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી પરંતુ કોઇ વાંધાજનક વસ્તુ મળી ન આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.