Jai Hind

શારદૃીય નવરાત્રી પર્વમાં મુખ્યમંત્રીએ આદ્યશક્તિ અંબાજીના દૃર્શન-અર્ચન કર્યા


ગુજરાત સતત વિકાસ અને સમૃધ્ધિના શિખરો સર કરે તેવી પ્રાર્થના કરી

શારદૃીય નવરાત્રિના આઠમા નોરતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પહોંચીને જગતજનની માઁ અંબેના ચરણોમાં ભાવપૂર્વક શીશ ઝુકાવ્યું હતું. મહા અષ્ટમીના પવિત્ર અને ફળદૃાયી અવસરે મુખ્યમંત્રીએ સુપ્રસિદ્ધ ૫૧ શક્તિપીઠ પૈકીના મુખ્ય એવા અંબાજી મંદિૃરમાં વિધિવત પૂજા-અર્ચના અને દૃર્શન કરીને ધન્યતા અનુભવી હતી. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે જગતજનની માઁ જગદૃંબાની વિશેષ પૂજા અને આરતી મુખ્યમંત્રીએ સંપન્ન કરી હતી.
આ અવસરે તેમણે સૌની સુખાકારી, નિરામય સ્વાસ્થ્ય અને સર્વાંગી પ્રગતિ માટે માઁ અંબેના ચરણોમાં ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. ગુજરાત સતત વિકાસના નવા આયામો સર કરે, રાજ્યમાં શાંતિ, સમરસતા અને સમૃદ્ધિ કાયમ રહે તથા વિકાસ ની યાત્રાને માઁ આદ્યશક્તિના આશીર્વાદૃ
સદૃાય મળતા રહે તેવી મંગલકામના મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.