Jai Hind

સૌરાષ્ટ્ર અને દૃક્ષિણ ગુજરાતમાં આજે માવઠાની આગાહી

ખેલૈયાઓ ચિંતાતુર બન્યા

નવરાત્રિ પર્વના અંતિમ દિૃવસ્ો તા.૧૯ના રોજ સૌરાષ્ટ્ર, દૃક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદૃની હવામાન વિભાગે આગાહી કરતાં ખેલૈયાઓ િંચતાતુર બન્યા છે. આજે રાજ્યના ૭ જિલ્લામાં અને તા.૧૯ના રોજ સૌરાષ્ટ્ર સહિતના ૪ જિલ્લામાં માવઠુ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગ અનુસાર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નર્મદૃા, છોટા ઉદૃેપુર, દૃાહોદૃ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદૃની આગાહી છે. આવતીકાલે સોમવારે એટલે કે નવમા નોરતે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ધીમીધારે માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગઈકાલે દૃેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદૃ ધમધોકાર તોફાની વરસાદૃ ત્રાટક્યો હતો.