લોકતંત્ર બચાવો-ભીડતંત્ર હટાવો અભિયાન અંતર્ગત બહુમાળી ચોકથી ત્રિકોણબાગ સુધી ભાજપના 10 હજાર કાર્યકરોની માર્ચ
સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી અને એસઆઈઆરની પ્રક્રિયા વિરુદ્ધ ઠેર ઠેર આંદોલનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા વિપક્ષના અસલી ચહેરાને પ્રજા સમક્ષ લાવવા માટે ઠેર ઠેર કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો અંતર્ગથ રાજકોટમાં ભાજપ દ્વારા મંગળવારેપદયાત્રાનો કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોડાશે
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ભારી તરૂણ ચુઘ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્ર્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ સહસંગઠન મહામંત્રી અરુણ બિન્નાડીજીની સુચના અનુસાર તમામ જીલ્લા મહાનગરમાં લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો અભિયાન-2026 હેઠળ વિપક્ષને જવાબ આપવા અને દેશની જનતાને વિપક્ષનો અસલી ચહેરો ઉજાગર કરવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. રાજકોટ મહાનગર ભાજપ સંગઠન પ્રભારી અનિરુધ્ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ આ લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો અભિયાન અંતર્ગત રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઇ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા દ્વારા આગામી તા. 5 નવેમ્બર સુધી એક સુનિયોજીત અભિયાન સ્વરૂૂપે વિવિધ કાર્યક્રમોની હારમાળા યોજવામાં આવશે અને જેના માધ્યમથી વિપક્ષના રાજકીય એજન્ડાને ઉજાગર કરવામાં આવશે અને તેમની મિથ્યા અને ભ્રામક માહિતીનો પ્રજાની વચ્ચે જઈ સીધો જવાબ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો અભિયાન 2026 ના આયોજન અંગેની એક અગત્યની બેઠક રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે યોજાઈ હતી. જેમાં આ અભિયાન સંદર્ભેના વિવિધ કાર્યક્રમો જેવા કે પત્રકાર પરિષદ, લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો પદયાત્રા, રાષ્ટ્ર ચિંતન સંવાદ (બૌધ્ધિક સંવાદ), લોકતંત્ર વિરૂૂધ્ધ ભીડતંત્ર યુવા સંવાદ અને વિધાર્થી સ્પર્ધા તેમજ ઘુષણખોર હટાવો, લોકતંત્ર બચાવો, ઇન્ફલુએન્સર આઉટરીચ સહિતના કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યુ છે અને જેમાં રાજકોટ મહાનગર શહેર સંગઠનની ટીમ, વિવિધ મોરચાની ટીમ, વિવિધ સેલની ટીમના હોદ્દેદારોને વિશેષ જવાબદારીઓ આપવામાં આવી છે. લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો પદયાત્રા અંદાજે 10,000 કાર્યકર્તાઓની પધ્યાત્રા આગામી તા. 27-10મંગળવારે સાંજે 5.00 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, બહુમાળી યોક ખાતેથી શરૂૂ કરી સ્વામી વિવેકાનંદની પ્રતિમા, માલવીયા ચોક થઈ ત્રિકોણબાગ સુધીની વિશાળ પદયાત્રા યોજાશે. આ પધ્યાત્રામાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેબીનેટમંત્રી અને રાજકોટ શહેરના પ્રભારીમંત્રી જીતુભાઈ વાઘાણી સહિત સૌરાષ્ટ્ર ઝોનના મંત્રીઓ, સાંસદ સભ્યો અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
