પોસ્ટમેન બાયો મેટ્રીક પ્રમાણીત સર્ટિફિકેટ આપશે
ગુજરાત સરકારના નાણા વિભાગ તથા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક વચ્ચે થયેલ સમજૂતી કરાર મુજબ રાજકોટ તથા મોરબી જિલ્લામાં રહેતા પેન્શનધારકો માટે ઘરે બેઠા ડિજિટલ જીવન પ્રમાણપત્ર આપવાની સુવિધા શરૂૂ કરવામાં આવી છે. હવે પેન્શનરોને જીવન પ્રમાણપત્ર (લાઈફ સર્ટિફિકેટ) જમા કરાવવા માટે બેંકમાં જવાની ફરજ રહેશે નહીં. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ પેન્શનરોને સરળ અને સુલભ સેવા પૂરી પાડવા માટે આ નવી વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે. તા. 01/11/2026 થી 30/ 11/2026 દરમિયાન “જીવન પ્રમાણ એપ્લિકેશન દ્વારા પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવકોના માધ્યમથી પેન્શનધારકોને ડિજિટલ જીવન પ્રમાણપત્ર (લાઈફ સર્ટિફિકેટ) મેળવવાની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધા અંતર્ગત પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવકો પેન્શનરોના ઘરે રૂૂબરૂૂ મુલાકાત લેશે અથવા પેન્શનરો નજીકની પોસ્ટ ઓફિસ મારફતે સરળતાથી જીવન પ્રમાણપત્ર મેળવી શકશે. પ્રમાણપત્ર મેળવવા આધાર કાર્ડ, આધાર સાથે જોડાયેલ મોબાઇલ ંબર, પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર સાથે જરૂરી દસ્તાવેજો રાખવા અપીલ કરવામાં આવી છે. ડીજીટલ બાયોમેટ્રીક પ્રમાણિત પ્રક્રિયા પૂરી થયા બાદ પેન્શનર ના મોબાઈલ નંબર પર એસ.એમ.એસ દ્વારા એક પ્રમાણ આઈડી મોકલવા માં આવશે જેના આધારે તેઓ જીવન પ્રમાણની વેબસાઇટ વિિંાંત://ષયયદફક્ષાફિળફફક્ષ.લજ્ઞદ.શક્ષ/ાાજ્ઞીતયિ/હજ્ઞલશક્ષ પર થી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે.
