રાજ્યમાં રેસ્ટોરન્ટ્સનું નેટવર્ક 72 સુધી પહોંચ્યું
વેસ્ટલાઇફ ફૂડવર્લ્ડ લિ., જે સમગ્ર પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં મેકડોનાલ્ડ્સની રેસ્ટોરન્ટ્સની માલિકી અને સંચાલન કરે છે, તેણે ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે તેનું સીમાચિહ્નરૂપ 500મું મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટ શરૂ કર્યું છે. ભારતમાં મેકડોનાલ્ડ્સના 30 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ એક નોંધપાત્ર સીમાચિહ્ન છે.
ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ ઓપરેશનલ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર છે. અહીં શરૂ થયેલું આ રેસ્ટોરન્ટ ગુજરાતમાં મેકડોનાલ્ડ્સના વિકાસ અને વિસ્તરણને વધુ વેગ આપશે. લગભગ 3,200 ચોરસ ફૂટમાં વિસ્તરેલા આ રેસ્ટોરન્ટમાં ડાઇન-ઇન સીટિંગ, ડ્રાઇવ-થ્રુ અને ડિલિવરીની સુવિધા છે, જે ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો અને પ્રસંગોને અનુરૂપ સેવાઓ પૂરી પાડશે.
વિવિધ પ્રસંગોએ ગ્રાહકોને સેવા આપવા માટે ડિઝાઇન કરાયેલું આ રેસ્ટોરન્ટ આરામદાયક વાતાવરણ પૂરું પાડે છે. અહીં પરિવારો, મિત્રો, સહકર્મીઓ અને સમુદાયો રોજિંદા ભોજન, ઉજવણી, કોફી બ્રેક અથવા અન્ય પ્રસંગોએ ઉત્તમ ભોજનનો આનંદ માણવા માટે એકત્ર થઈ શકે છે. ગ્રાહકો બર્ગર, રેપ, મીઠાઈઓ અને હાથથી બનાવેલાં મેકકેફે પીણાં સહિત શાકાહારી અને માંસાહારી વાનગીઓની વિશાળ શ્રેણીનો આનંદ માણી શકશે.
