રાજ્ય મંત્રી રિવાબા જાડેજા અને સારંગપુર હનુમાનજી મંદીર ના કોઠારી વિવેક સાગર સ્વામીજી ની નિશ્રામાં કાર્યકમ યોજાયો હતો. આજ રોજ કજ્ઞમિત જઊંઉ છયતજ્ઞિિં , બરવાળા ખાતે જાજરમાન કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે અનોખી સેવા ને બિરદાવી બોટાદ જીલ્લા ના 10 વ્યક્તિઓ નું એવોર્ડ આપી સન્માનિત કરેલ. જેમાં પર્યાવરણ/પ્રકૃતિ સંરક્ષક અને બોટાદ મુક્તિધામ , શ્રી ધનવંતરીય ઔષધીય ઉપવન ,રાશિ વન નવ નિર્માણ ના પ્રણેતા સર્જક અને સમાજ સેવા માટે બોટાદ ના જાણીતા પ્રકૃતિ ઉપાસક ગ્રીન મેન સી.એલ. ભીકડીયા ને મહા સન્માન પુરસ્કાર એવોર્ડ આપી અનોખું સન્માન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ના રાજ્યકક્ષા ના શિક્ષણ મંત્રી શ્રીમતિ રિવાબા જાડેજા ની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રસિદ્ધ સારંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ના કોઠારી વિવેકસાગર સ્વામીજી ની પાવન ઉપસ્થિતિ યોજાયો.આ પ્રસંગે ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા , બોટાદ જીલ્લા પંચાયત ના પ્રમુખ પાયલ બેન માથોલિયા , નાયબ પોલીસ અધિક્ષક સૈયદ, પ્રાંત અધિકારી બરવાળા , નગરપાલિકા પ્રમુખ અશ્વિન ભાઈ ખસિયા સી.એલ. ભીકડીયા ને આ અગાઉ અનેક સંસ્થાએ એવોર્ડ આપી સન્માનિત કરી બોટાદ અને ગુજરાત નુ ગૌરવ વધારેલ છે.
રિલેટેડ ન્યૂઝ
-
આનંદો… વર્ગ-4ના કર્મચારીઓને મળશે રૂા. 7 હજાર સુધીનું બોનસ
પંચાયત, બોર્ડ, નિગમના કર્મચારીઓને લાભ મળશે: રાજ્ય સરકારનો એડહોક બોનસ ચુકવવાનો નિર્ણય પ્રકાશના મહાપર્વ દિવાળીની દેશભરમાં... -
દિવાળીની રાત્રે સાવરકુંડલામાં જામશે ઈંગોરિયા યુધ્ધ
આઠ દાયકા પહેલાથી રમાતી આ લડાઈ આજે પણ એજ જુસ્સાથી રમાય છે દીપાવલી ની રાત્રે સાવરકુંડલા... -
રાણપુર માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં 5,000 મણથી વધુ કપાસની આવક
ખેડૂતોને કપાસનો ઊંચો ભાવ રૂ. 1,901 અને નીચો ભાવ રૂ. 1,840 મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ બોટાદ...
