ગાંધીનગર એસએમસીએ ડ્રાઇવરની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો
ગાંધીધામના પડાણા પાટીયા નજીકથી દારૂની 100 પેટી ભરેલું ડમ્પર ગાંધીનગર એસએમસીએ ઝડપી લઇ ડ્રાઇવરની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીધામ નજીક પડાણા પાટિયા પાસે આવેલી મીની પંજાબ હોટલ નજીકથી જખઈ ની ટીમે બાતમીના આધારે દારૂ ભરેલું એક શંકાસ્પદ ડમ્પર ઝડપી પાડીને દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ, બુટલેગરો દ્વારા પોલીસ અને કાયદાની નજરથી બચવા માટે કીમિયો અપનાવવામાં આવ્યો હતો. ડમ્પરના પાછળના ઠાઠાના ભાગમાં ખાસ ગુપ્ત ચોરખાનું તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. જખઈ ની ટીમે આ ડમ્પરને આંતરીને ઊંડાણપૂર્વક તપાસ કરતા તેમાંથી ’8ઙખ’ બ્રાન્ડની વિદેશી દારૂની 100થી વધુ પેટીઓ મળી આવી હોવાનો અંદાજ છે. દારૂના આ મોટા જથ્થા સાથે પોલીસે ડમ્પરના ડ્રાઈવરની સ્થળ પરથી જ ધ25 કેડ કરી લીધી છે.
