23મીથી પાવાપુરીમાં મોરારીબાપુની રામકથા: આમંત્રિતોની જ હાજરી

(પ્રતિનિધિ દ્વારા) પાવાપુરી,તા.18
પ્રાચીન, ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસો ધરાવતાં, ભગવાન બુદ્ધનાં નિર્વાણ સ્થાન પર બુદ્ધ પુરુષ મોરારીબાપુનાં માનસ – ગંગા પ્રવાહિત થશે. 23 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ રામકથા, પ્રશાસને નિર્ધારિત કરેલાં તમામ નીતિ-નિયમોનાં પરિપાલન સાથે, મર્યાદિત સંખ્યામાં પધારેલા આમંત્રિત શ્રોતાઓ માટે છે. સવારના 10 થી 2 સુધી આસ્થા ટીવી અને યુ-ટ્યૂબનાંમાધ્યમથી કથાનું લાઈવ પ્રસારણ જોઈ-સાંભળી શકાશે.
હિન્દુસ્તાનની ધર્મ પરંપરાનું ’ત્રિવેણી-તીર્થ’ કહી શકાય એવું-. ઉત્તરપ્રદેશનુંકુશીનગર અત્યંત ગૌરવશાળી ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસો ધરાવે છે. આ પાવન સ્થાન, હિન્દુ સનાતન ધર્મ પરંપરાનાનવમા અવતાર ભગવાન બુદ્ધની નિર્વાણ ભૂમિ છે. વાલ્મિકી રામાયણ અનુસાર ત્રેતાયુગમાં આ સ્થાન ભગવાન રામચંદ્રજીના પુત્ર કુશની રાજધાની ’કુશાવતી’ તરીકે પ્રસિદ્ધ હતું.
પાવાનગરી (હાલનું ફાજીલનગર) નાં ’છઠીઆવ’ ગામના કોઈ નિર્દય વ્યક્તિએ ભગવાન બુદ્ધનાં ભિક્ષા પાત્રમાં સુવ્વરનું કાચું માંસ પીરસ્યું. બૌદ્ધ સન્યસ્ત ધર્મના નિયમ મુજબ ભગવાને એ આરોગ્યા પછી એમને અતિસાર નામની બીમારી લાગુ પડી. દેહની રૂગ્ણાવસ્થામાં જ ભગવાન બુદ્ધ, કુશીનારાનાં ’શાલ વન’ સ્થાન પર અંતિમ પ્રવચન આપીને પરિનિર્વાણ પામ્યા.

રિલેટેડ ન્યૂઝ