સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાના વધુ 118 કેસ: 1નો ભોગ લેવાયો

હજી તો મહાનગરોની ચૂંટણીના પરિણામોજ જાહેર થયા છે : સ્થાનિક સ્વરાજની ચૂંટણીબાદ ફરી વકરશે વૈશ્ર્વીક મહામારી: લોકડાઉન લંબાવવા પણ ચાલતી તંત્રની તૈયારી

ગઢડામાં શિક્ષક સહિત બેને કોરોના
તાજેતરમાં કોરોના વેક્સિન પ્રક્રીયા અને લાંબા લોકડાઉન બાદ લોકો માનસિક રીતે કોરોના થી મુકત જોવા મળી રહયા છે. સરકાર તરફથી પણ શાળા સહિતનાં સંકુલો પુન: કાર્યવંત બની રહયા છે. ત્યારે હજુ પણ કોરોનાએ સલામત હોવાની સાબિતી આપતા ચિંતા જોવા મળી રહી છે. ગઢડા તાલુકાના ઉગામેડી ગામે રહેતા અને ગઢડા માં સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિ સહિત કોરોના પોઝિટિવ ના સત્તાવાર 2 કેસ નોંધાવા પામેલ છે. આ અનુસંધાને તકેદારી ના પગલાં રૂપે શાળા માં વિદ્યાર્થીઓ ને રજા આપી દેવામાં આવી હતી. તેમજ કોરોના દર્દી ને ભાવનગર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા. 25
સૌરાષ્ટ્ર-કચ્છમા ચૂંટણીના રાજકીય મેળાવડાઓ વચ્ચે કોરોના વકર્યો હોય તેમ આજે જામનગરમાં એક દર્દીનું કોરોનાથી મોત નીપજ્યુ હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી સંક્રમણ વધતા આજે વધુ 118 નવા કેસ નોંધાયા છે.જેમાં રાજકોટમાં 63, જામનગરમાં 11, અમરેલીમાં 8, ગીરસોમનાથમાં 4, જૂનાગઢમાં 7, સુરેન્દ્રનગરમાં 1, મોરબીમાં 4, ભાવનગરમાં 7, બોટાદમાં 2 અને કચ્છમાં 11 વ્યક્તિ કોરોના સંક્રમિત થયા છે. જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા 60 દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજકોટ
રાજકોટમાં હાહાકાર મચાવતા કોરોનાએ ઘરભેગો થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે આજે એકપણ મોત થયું નથી પરંતુ પોઝિટિવ કેસોની વાત કરવામાં આવે તો રાજકોટ શહેર-જીલ્લામાં નવા કેસોમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે આજે નવા 63 કેસ નોંધાયા છે રાજકોટ શહેરમાં બપોરે 16 અને સાંજે 38 સહીત કુલ 54 કેસ નોંધાયા હતા જયારે જિલ્લામાં 24 કલાકમાં વધુ 9 પોઝિટિવ કેસો નોંધાયા હતા આમ શહેર-જિલ્લામાં 63 કેસ નોંધાયા છે રાજકોટ શહેરમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 16035 સુધી પહોંચી ગઈ છે જયારે હજુ 141 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું અને આજે 35 દર્દીઓ સાજા થઇ જતા રજા આપવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
જામનગર
જામનગર માં કોરોના નબળો પડયા પછી ફરી વકરી રહ્યો છે, પરિણામે નવા દર્દીઓની સંખ્યા વધતી જાય છે. છેલ્લા 24 કલાક ના સમયગાળા દરમિયાન જામનગર જિલ્લામાં એક દર્દી નું મૃત્યુ થયું હતું જ્યારે જામનગર જિલ્લા માં આજે 11 પોઝિટિવ કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાક ના સમયગાળા દરમિયાન જામનગર ની કોવિડ હોસ્પિટલ માં એક દર્દીનું મૃત્યુ થયુ હોવા થી જામનગર જિલ્લા માં કોવિડ અને નોન કોવિડ મળી કુલ મૃત્યુ આંક 1,056 નો થયો છે.
જામનગર શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 9 પોઝેટીવ કેસ નોંધાયા છે., જ્યારે ગ્રામ્ય વિસ્તાર માં પણ 2 કેસ નોંધાયા છે.
જામનગર શહેર માં આજે 494 અને ગ્રામ્ય વિસ્તાર માં 689 મળી કુલ 1183 લોકો નું કોરોના લક્ષી પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં થી 11 પોઝિટિવ કેસ મળ્યા હતા. આમ અત્યાર સુધીમાં જામનગર શહેરમાં 2,22,664 તેમજ ગ્રામ્ય વિસ્તાર માં 1,79,923 મળી ને સમગ્ર જિલ્લા માં કુલ 4,02,587 લોકોનું કોરો ના લક્ષી પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે.
ભાવનગર
ભાવનગર જિલ્લામા આજરોજ 7 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,145 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમા 3 પુરૂષ અને 2 સ્ત્રી મળી કુલ 5 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા વલ્લભીપુર ખાતે 2 કેસ મળી કુલ 2 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 4 કેસ મળી કુલ 4 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા 6,145 કેસ પૈકી હાલ 21 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.
અમરેલી
અમરેલીમાં કોરોનાએ ફરી રફતાર પકડી હોય તેમ આજે 8 પોઝિટિવ કેસ નોંધાયો છે. જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા 1 દર્દી કોરોના સામેનો જંગ જીતી જતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમરેલીમાં હાલ 24 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે. અમરેલી પંથકમાં અત્યાર સુધીમાં 41 દર્દીના કોરોનાથી મોત નિપજ્યા છે. અમરેલી પંથકમાં હાલમાં કોરોનાનું સંક્રમણ મહદઅંશે ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

રિલેટેડ ન્યૂઝ