લગાન વસુલ: ભારતનો વિક્રમી વિજય

ભારતે પ્રથમ ડ એન્ડ નાઇટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું અક્ષર-અશ્ર્વિન અંગ્રેજો પર ભારી

વિશ્ર્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બે જ દિવસમાં ખેલ ખતમ

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ તા. 25
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત મેળવી છે. ભારતે ઈંગ્લેન્ડને 10 વિકેટે કચડી નાખ્યું છે. મેચના બીજા દાવમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે. બીજા દાવમાં ભારતના સ્પિનરો સામે ઈઁગ્લેન્ડ ઘુંટણીએ પડી ગઈ છે. ભારત સામે બીજા દાવમાં ઈંગ્લેન્ડે 81 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. જેના પગલે ભારતને 49 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે ભારતે વિના વિકેટે પાર કર્યો હતો અને ઈંગ્લેન્ડની સામે 10 વિકેટે શાનદાર જીત મેળવી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ટીમે ઐતિહાસિક જીત મેળવી છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવી દીધું છે. આ જીત સાથે જ ચાર ટેસ્ટ મેચ સીરીઝમાં ભારતે 2-1ની લીડ મેળવી લીધી છે. જીતના હિરો અક્ષર પટેલ અને આર.અશ્વિર રહ્યા હતા. અક્ષર પટેલે મેચમાં કુલ 11 વિકેટ ઝડપી હતી તો આર.અશ્વિને કુલ 7 વિકેટ ઝડપી હતી.
ઈંગ્લેન્ડ હાલ તો હારી જવાની સ્થિતિમાં આવી ગયું છે. ઈંગ્લેન્ડ બીજા દાવમાં 81 રનમાં ઓલઆઉટ થઈ ગયું છે. આર અશ્વિને 4 અને અક્ષર પટેલે 5 વિકેટ ઝડપી છે. અક્ષર પટેલે તેની કારકિર્દીમાં ત્રીજી વખત 5 વિકેટ ઝડપી છે.
આર.અશ્વિને રચ્યો ઈતિહાસ
ઓફિ સ્પિનર આર.અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ ઝડપી વધુ એક સિદ્ધી પોતાના નામે કરી લીધી છે. તેણે જોફ્રા આર્ચરને આઉટ કરીને આ સિદ્ધી મેળવી હતી. અશ્વિન 400 વિકેટ ઝડપનાર ચોથો ભારતીય ખેલાડી બની ગયો છે.
અમદાવાદમાં અક્ષરનો કહેર
અમદાવાદની પિચ ઉપર અક્ષર પટેલે કહેર વર્તાવ્યો હતો. તેણે ઈંગ્લેન્ડને મોટો ઝટકો આપ્યો છે. અક્ષર પટેલે પાંચ વિકેટ ઝડપી ઈંગ્લેન્ડની ટીમને ઘુંટણીએ પાડી દીધુ હતું . અક્ષર પટેલે આ ટેસ્ટ મેચમાં કુલ 10 વિકેટ ઝડપી ઈંગ્લેડની ટીમને હારની કગાર ઉપર લાવીને રાખી દીધી છે. અક્ષર પટેલે તેની કારકિર્દીમાં પહેલી વખત કોઈ એક જ ટેસ્ટમાં 10 કે તેથી વધુ વિકેટ ઝડપી છે.

રિલેટેડ ન્યૂઝ